સંરક્ષણ મંત્રાલય

કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મન્હાસે ગોલ્ડન કટાર ડિવિઝનની મુલાકાત લીધી

Posted On: 26 FEB 2021 5:54PM by PIB Ahmedabad

કોણાર્ક  કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મન્હાસે ગોલ્ડન કટાર ડિવિઝનની મુલાકાત લીધી હતી. લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મન્હાસે કોણાર્ક કોરનું સંચાલન સંભાળ્યા પછી અમદાવાદમાં આ તેમની પહેલી મુલાકાત હતી.

      જનરલ ઓફિસરને ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ વી.કે. શર્મા, સેના મેડલ દ્વારા પરિચાલનની તૈયારીઓ અને સંગઠન દ્વારા લડવાની સજ્જતાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. રણ પ્રદેશોમાં પોતાના સૈનિકોની લડવાની ક્ષમતામાં વધારો કરવા માટે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા પોતાની રીતે પરિકલ્પનાથી તૈયાર કરવામાં આવેલા વિવિધ આઇડિયા અને આવિષ્કારો વિશે પણ જનરલ ઓફિસરને માહિતી આપવામાં આવી હતી. લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મન્હાસે તમામ સૈનિકોના પ્રશંસનીય પ્રયાસો અને નવીનતમ વિચારોને બિરદાવ્યા હતા. તેમણે તમામ રેન્ક્સને તાલમેલમાં કામ કરવા માટે, સખત તાલીમ માટે અને રાષ્ટ્રની સેવામાં હરહંમેશા લડવા માટે તૈયાર રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.

 



(Release ID: 1701145) Visitor Counter : 92