સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ જીવન વીમાના સોશિઅલ મીડિયા એકાઉન્ટનું અનાવરણ
Posted On:
08 FEB 2021 4:59PM by PIB Ahmedabad
ટપાલ જીવન વીમાની શરૂઆત ૧ ફેબ્રુઆરી,૧૮૮૪ના રોજ કરવામાં આવી હતી. આ પ્રસંગને યાદ કરવા માટે યથાર્થ કાર્યક્રમ તા.૦૧.૦૨.૨૦૨૧ ના રોજ સેક્રેટરી (પોસ્ટ્સ) અને નિયામક પોસ્ટ્સ, ભારતની અધ્યક્ષતામાં યોજાયો હતો.
વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્ય પોસ્ટ માસ્તર જનરલ માનનીય શ્રી બી.પી.સારંગી અને નિર્દેશક પોસ્ટ્સ માનનીય શ્રી સુનીલ શર્મા હાજર રહ્યા હતા.
આ પ્રસંગ દરમ્યાન, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં સૌથી વધુ પ્રીમિયમ આવક મેળવનારા ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના ટોચના પેર્ફોર્મિંગ સેલ્સ ફોર્સને પ્રમાણપત્ર અને રોકડ ઇનામથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત સર્કલમાં, શ્રી સંદીપ એસ. ફડિયા, એ.પી.એમ. એલિસબ્રીજ પોસ્ટઓફીસ, અમદાવાદ ને વર્ષ ૨૦૧૯-૨૦ માટે ખાતાકીય કર્મચારી કેટેગરીમાં ટોચના પરફોર્મર તરીકે એવોર્ડ અપાયો હતો.
આ દિવસ દરમ્યાન, ગુજરાત સર્કલમાં ટપાલ જીવન વીમામાં ₹૨૧ લાખ અને ગ્રામીણ ટપાલ જીવન વીમામાં ₹૧૪ લાખ પ્રીમિયમની આવક થઇ હતી. ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમામાં વધુ આવક માટે તા.૦૫.૦૨.૨૦૨૧ થી ૨૫.૦૨.૨૦૨૧ સુધી વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.
ટપાલ જીવન વીમા માટે સોશિઅલ મીડિયા એકાઉન્ટ શરૂ કરાયું હતું. તે ટપાલ જીવન વીમાની ૧૩૭મી વર્ષગાંઠ નિમિત્તે એક મોટુ સીમાચિહ્ન છે. આ સિવાય, ટપાલ જીવન વીમાના નિયમો અને માર્ગદર્શિકા પર “સંકલન” નામનું સંક્ષિપ્ત પણ બહાર પાડવામાં આવ્યું હતું.
૧. ફેસ બુક પેજ @ પોસ્ટલઇન્સ્યુરન્સ
૨. ટ્વિટર @ પોસ્ટલઇન્સ્યુરન્સ
3. ઇન્સ્ટાગ્રામ @ પોસ્ટલઇન્સ્યુરન્સ
(Release ID: 1696197)
Visitor Counter : 160