રેલવે મંત્રાલય

ભારત સરકારની પહેલ "લોકલ ફોર વોકલ" અને રેલવે મંત્રાલયના સહયોગથી ફરી એકવાર મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC), રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ કરવામાં આવી

Posted On: 20 JAN 2021 4:34PM by PIB Ahmedabad

ભારત સરકારની પહેલ "લોકલ ફોર વોકલ" અને રેલવે મંત્રાલયના સહયોગથી ફરી એકવાર મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC), રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ કરવામાં આવી છે. IRCTC પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર શ્રી રાહુલ હિમાલિયન (IRTS) જણાવ્યું હતું કે IRCTC ફેબ્રુઆરી ૨૦૨૧ માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧ માં બે ભારત દર્શન ટ્રેનો ચલાવે છે. આ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે. આ યાત્રા બહુજ કિફાયતી ટિકિટ માં ઉપલબ્ધ છે. જેમાં ટ્રેન મુસાફરી, ભોજન (નાસ્તો, બપોરના ભોજન અને રાત્રિભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ ની વ્યવસ્થા ,સુરક્ષા ની વ્યવસ્થા અને અનાઉન્સમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ રહેશે.

 

                 IRCTC એના સિવાય અમદાવાદથી એર પેકેજ - કેરળ , નોર્થ ઈસ્ટ ,સિમલા મનાલી ,અંદમાન અને રાજકોટ થી સ્પેશ્યલ ચાર્ટર કોચ - હૈદરાબાદ સાથે રામોજી ફિલ્મ સિટી અને કેરળ ટૂર નું પણ આયોજન કરેલ છે. અને કેવડિયા માટે IRCTC દ્વારા મુંબઇ - અમદાવાદ અને વડોદરા થી ટૂર પેકેજીસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. વધારે માહિતી માટે સંપર્ક 079-26582675, 8287931718, 8287931634 અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા www.irctctourism.com પર ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશે.

 

                શ્રી રાહુલ હિમાલિયન ને એમ પણ કહ્યું હતું કે ઉપરોક્ત બધી ટ્રેનો માં કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

 

 

        મુસાફરોના બજેટને ધ્યાનમાં રાખીને રાહત દરે  IRCTC ફેબ્રુઆરી 2021 અને માર્ચ         2021 માં ચાર ટ્રેન પ્રવાસની માહિતી  નીચે મુજબ છે :

પ્રવાસની વિગતો

મુસાફરીની તારીખ

દર્શન સ્થળ

પેકેજ ટેરિફ: - (જીએસટી સહિત)  સ્ટાન્ડર્ડ                    (SL)  અને   કમ્ફર્ટ  (3 AC)

દક્ષિણ દર્શન પિલગ્રીમ વિશેષ ટ્રેન (WZPSTT03A)

14.02.2021 થી 25.02.2021 સુધી

નાસિક,  ઔરંગાબાદ, પરલી, કુર્નૂલ ટાઉન, રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી

RS.11,340/-

ઉપલબ્ધ

બર્થ  -330

RS.18,900/-

ઉપલબ્ધ  બર્થ  - 350

નમામી ગંગે  પિલગ્રીમ વિશેષ ટ્રેન (WZPSTT04A)

27.02.2021 થી 08.03.2021   સુધી

વારાણસી, ગયા,

કોલકાતા,

ગંગા સાગર, પુરી,

RS.9,450/-

ઉપલબ્ધ  બર્થ  -330

RS.15,750/-

ઉપલબ્ધ  બર્થ  - 350

કુંભ હરિદ્વાર ભારત દર્શન (WZBD297)

06.03.2021 થી 14.03.2021  સુધી

મથુરા, હરિદ્વાર,  ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી

Rs. 8,505/-

ઉપલબ્ધ  બર્થ   -800

Rs. 10,395/-

ઉપલબ્ધ  બર્થ  -64

દક્ષિણ ભારત  દર્શન   (WZBD298)

 

20.03.2021 થી 31.03.2021  સુધી

રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરૂપતિ, મૈસુર

Rs. 11,340/-

ઉપલબ્ધ  બર્થ  -800

Rs. 13,860/-

ઉપલબ્ધ  બર્થ  -64

 

એર પેકેજ

પ્રવાસની વિગતો

મુસાફરીની તારીખ

પેકેજ ટેરિફ: - (જીએસટી સહિત)

એન્ચેન્ટીંગ કેરળ

20-02-21

17500

 આંદમાન

20-02-21

29500

જેવેલ ઓફ નોર્થ ઈસ્ટ

25-03-21

25500

 સિમલા  મનાલી

25-03-21

15100

ચાર્ટર  કોચ

હૈદરાબાદ રામોજી ફિલ્મ સિટી

18-03-2021 થી 23-03-2021

18140

એન્ચેન્ટીંગ કેરળ

27-02-2021 થી 08-03-2021

31200

સ્ટેચ્યુ ઓફ યુનિટી -કેવડિયા

એક દિવસ ની ટૂર વડોદરા થી વડોદરા

રેગ્યુલર ડિપાર્ચર

Rs.6890/-

બે  દિવસ ની ટૂર વડોદરા થી વડોદરા

(Premium tent)

રેગ્યુલર ડિપાર્ચર

Rs.11200/-

એક  દિવસ ની ટૂર અમદાવાદ  થી અમદાવાદ

રેગ્યુલર ડિપાર્ચર

Rs.6940/

બે   દિવસ ની ટૂર અમદાવાદ  થી અમદાવાદ

(Premium tent)

રેગ્યુલર ડિપાર્ચર

Rs.11130/-

વિશ્વવ્યાપી કોવિડ -19 સમસ્યાને ધ્યાનમાં રાખીને, બધા કોવિડ સલામતીનાં પગલાં IRCTC દ્વારા અપનાવવામાં આવશે. મુસાફરોને સુખદ ધાર્મિક યાત્રા કરાવામાં આવશે. મુસાફરો ની યાત્રા સુખદ બનાવવા માટે "રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કોવીડ-19 ની સુરક્ષાના નિયમો ના પાલન માટે યાત્રીઓ પાસે અપેક્ષા રાખીએ છીએ." અને તેમની યાત્રાને આનંદપ્રદ બનાવવા માટે IRCTC સાથે સહયોગ આપવાની વિનંતિ છે.

 



(Release ID: 1690401) Visitor Counter : 129