સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21
Posted On:
08 JAN 2021 4:03PM by PIB Ahmedabad
ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે પરામર્શ કરીને સોવરિન ગોલ્ડ બોન્ડ આપવાનો નિર્ણય લીધો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ્સ નીચે જણાવેલ વિગત પ્રમાણે જારી કરવામાં આવશે
S. No.
|
Tranche
|
Date of Subscription
|
Date of Issuance
|
1.
|
2020-21 Series X
|
January 11-15, 2021
|
January 19, 2021
|
2.
|
2020-21 Series XI
|
February 01- 05, 2021
|
February 09, 2021
|
3.
|
2020-21 Series XII
|
March 01- 05, 2021
|
March 09, 2021
|
સોવરિન ગોલ્ડ બોન્ડ્સ ગુજરાત સર્કલ હેઠળની કોઈપણ પોસ્ટ ઓફિસ પરથી ખરીદી શકાશે. સોવરિન ગોલ્ડ બોન્ડનું ન્યૂનતમ રોકાણ 1 ગ્રામ અને રોકાણની મહત્તમ મર્યાદા વ્યક્તિગત માટે 4 કિલો, HUF માટે 4 કિલો અને ટ્રસ્ટ્ તેમજ સંસ્થાઓ માટે 20 કિલો છે. બોન્ડનો રોકાણ સમય 8 વર્ષના સમયગાળા માટે રહેશે. જોકે 5 વર્ષ પછી એક્ઝિટ વિકલ્પ રહેશે. બોન્ડ્સ માટે રોકડ ચુકવણી (મહત્તમ 20,000 સુધી) અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઇલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા થશે. ગોલ્ડ બોન્ડ્સને ભારત સરકાર સ્ટોક તરીકે જીએસ એક્ટ, 2006 હેઠળ જારી કરવામાં આવશે. રોકાણકારોને તે માટે હોલ્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવશે. બોન્ડ્સ ડીમેટ સ્વરૂપમાં રૂપાંતર માટે પાત્ર છે. નજીવા મૂલ્ય પર રોકાણકારોને અર્ધવાર્ષિક ચૂકવવાપાત્ર વાર્ષિક 2.50 ટકાના દરે વ્યાજ મળવાપાત્ર રહેશે. બોન્ડ્સ સ્ટોક એક્સચેંજ પર ટ્રેડેબલ રહેશે. વિમોચન કિંમત IBJA લિમિટેડ દ્વારા પ્રકાશિત અગાઉના 3 કાર્યકારી દિવસોના 999 શુદ્ધતાના સોનાના બંધ ભાવની સરેરાશના આધારે ભારતીય રૂપિયામાં રહેશે.
આ યોજનાને પોસ્ટલ ગ્રાહકો અને રોકાણકારો જેઓ સલામત, સુરક્ષિત અને ખાતરીપૂર્વક વળતર આપતા નવા પ્રકારનાં રોકાણ વિકલ્પ શોધી રહ્યા છે તેઓ તરફથી અનુકૂળ પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા ઇશ્યૂમાં, રોકાણકારોએ ગુજરાતની પોસ્ટ ઓફિસોમાંથી 35 કિલોથી વધુ માટે સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીધ્યા હતા.
વધુ માહિતી માટે તમારી નજીકની પોસ્ટ ઓફિસ નો સંપક કરો અથવા નં – ૦૭૯ – ૨૫૫૦૫૩૮૬ પર કોલ કરો. ઈમેલ: dymanagerbd[at]gmail[dot]com
SD/GP/BT
(Release ID: 1687094)
Visitor Counter : 158