સંરક્ષણ મંત્રાલય

અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા લોક કેન્દ્રિત સેવાઓ માટે ઑનલાઇન ઇ-પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો

Posted On: 05 JAN 2021 9:41PM by PIB Ahmedabad

ભારતના આદરણીય પ્રધાનમંત્રીની દૂરંદેશી અને આદરણીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહના નેતૃત્ત્વ હેઠળ, અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા જાહેર ફરિયાદોના નિવારણ માટે પરિવર્તનકારી લોક કેન્દ્રિત સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્ટોન્મેન્ટ બોર્ડ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી નાગરિક સેવાઓની પહોંચ વધારવા માટેભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ એસ્ટેટ્સમહાનિદેશાલય દ્વારાઇ-છાવણી પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કામાં, ઇ-છાવણી અંતર્ગત પોર્ટલના માધ્યમથી કેન્ટોન્મેન્ટ વિસ્તારના નાગરિકો માટે સંખ્યાબંધ સેવાઓ જેમ કે, કેન્ટોન્મેન્ટ બોર્ડ સંબંધિત જાહેર ફરિયાદ દાખલ કરવી, વેપાર લાઇસન્સ માટે અરજી સબમિટ કરવી, “એમ-કલેક્ટ” મોડ્યૂલ દ્વારા ઑનલાઇન ચુકવણી કરવી, લીઝ રિન્યૂ કરવા માટે/ લંબાવવા માટે ઑનલાઇન અરજી સબમિટ કરવી વગેરેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય લોકો આ સેવાઓhttps://ahmedabad.cantt.gov.in પરથીપ્રાપ્ત કરી શકે છે.

અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડનામુખ્ય કાર્યકારી અધિકારી શ્રી ધીરજ સોનાજેએ જણાવ્યું હતું કે, “ઇ-છાવણીના કારણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધશે, નાગરિકો કોઇપણ જગ્યાએથી અને કોઇપણ સમયેપોતાની ફરિયાદો દાખલ કરાવી શકે છે અને વિવિધ સેવાઓ મેળવી શકે છે. આનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.”

અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ સુવિધાજનક, ત્વરિત અને પ્રતિભાવી નાગરિક સેવાઓ પૂરી પાડવા માટે કટીબદ્ધ છે. ટેકનોલોજી આધારિત આ પહેલ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ એસ્ટેટ્સ મહા નિદેશાલય (DGDE) દ્વારા ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને eGov ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરવામાં આવી છે.



(Release ID: 1686390) Visitor Counter : 174