સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

જીડીએસ (ગ્રામીણ ડાક સેવક) ની ખાલી જગ્યાઓ જગ્યાઓ પર પસંદગી માટે ખાલી જગ્યાઓ જગ્યાઓ પર પસંદગી માટે આવી

Posted On: 23 DEC 2020 5:44PM by PIB Ahmedabad

ગુજરાત સર્કલ, ટપાલ વિભાગ દ્વારા જીડીએસ (ગ્રામીણ ડાક સેવક) ની 1826 ખાલી જગ્યાઓ જગ્યાઓ પર પસંદગી માટે લાયક અરજદારો પાસેથી તારીખ 21.12.2020 થી 20.01.2021 દરમ્યાન ખાલી જગ્યાઓ જગ્યાઓ પર પસંદગી માટે આવે છે.

  1. વય મર્યાદા: તારીખ 21.12.2020 ના રોજ ઉમેદવારની ઉમર 18 થી 40 ની વચ્ચે હોવી જોઈએ.  અનામત શ્રેણી ના ઉમેદવારો માં OBC માટે 3 વર્ષની  અને SC/ ST માટે 5 વર્ષની છૂટછાટ રાખેલ છે. (સંબંધિત કેટેગરી પર શારીરિક વિકલાંગતા માટે 10 વર્ષ )
  2. શૈક્ષણિક લાયકાત: સંબંધિત રાજ્ય/કેદ્ર સરકાર દ્વારા મંજુર બોર્ડ દ્વારા ગુજરાતી, અંગ્રેજી, ગણિત વિષયો સાથે એસ.એસ.સી / ધોરણ 10 પાસ.  પસંદગી માત્ર એસ.એસ.સી. / ધો .૧૦ માં મેળવેલ ગુણના આધારે.
  3. અધિસુચના અને વધુ માહિતી : અરજી કરતા પહેલા વધુ માહિતી જેવી કે જોબ પ્રોફાઇલ , યોગ્યતા માપદંડ , નિયમો અને શરતો, ખાલી જગ્યાઓ, અરજી કરવાની પદ્ધતિ, પસંદગીનું માપદંડ, સૂચનો વગેરે માટે https://appost.in/gdsonline પર ઉપલબ્ધ Notification વાંચવા વિનંતી.
  4. અરજીની પ્રક્રિયા: 2 થી  3 તબક્કામાં કરવાની છે. () રજીસ્ટ્રેશન () ફી  (લાગુ પડતું હોય તો)  અને () એપ્લિકેશન.  પ્રશ્નો / તકલીફો ના નિરાકરણ માટે FAQ વાંચવા વિનંતી. ફક્ત https://appost.in/gdsonline પર સબમિટ કરેલી ઓનલાઇન અરજીઓ જ  માન્ય ગણવામા આવશે
  5. પસંદગીની જગ્યાઓ: અરજી દરમ્યાન એક સમયે 5, આમ 4 વખત, એટલે કે કુલ 20 સુધીની પસંદગીની જગ્યાઓ આપી શકાશે.  ઓનલાઇન અરજી શરુ કરતા પહેલા જ, પસંદગીની જગ્યાઓ Notification માંથી નક્કી કરી લેવી.

      ઓનલાઇન અરજી શરુ કરતા પહેલા જ ઉપરની વેબસાઈટ પર ઉપલબ્ધ Notification અને  FAQ વાંચવા વિનંતી.

 



(Release ID: 1683016) Visitor Counter : 123