કૃષિ મંત્રાલય

કોટન કર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી

Posted On: 16 DEC 2020 4:50PM by PIB Ahmedabad

કપાસ પકવતા તમામ ખેડૂતભાઈઓને જણાવવાનું કે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (સીસીઆઈ) દ્વારા ખરીદ કેન્દ્રો બોડેલી/કલેડિયા/નસવાડી/ડભોઈ/સમલાયા/બહાદરપુર/ગોલાગામડી/પાવીજેતપુર/કરજણ/ કોસિન્દ્રા/હાન્દોદ/હિંમતનગર/સાઠમ્બા/કપડવંજ/વિસનગર/માણસા/ઈડર/વડાલી/જાદર/હારિજ/દહેગામ/ વાલિયા/નિઝર/કુકરમુંડા/ધંધુકા/ધોળકા/ચાણસમા પર નવેમ્બર મહિનાથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા 539040.61 ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે. જ્યારે ગત વર્ષે આજ સમયગાળા દરમિયાન ફક્ત 217021.36 ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી હતી. જે પાછલા વર્ષ કરતા આશરે 2.5 (અઢી) ગણા વધારે છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એમએસપી માર્ગદર્શિકા મુજબ, ભેજનું પ્રમાણ 8 ટકા થી 12 ટકા સુધી કપાસની ખરીદી માન્ય છે. સંકર-6 જાત (કિસ્મ)ની 8 ટકા ભેજવાળા કપાસની ખરીદ કિંમત રૂ. 5775/- પ્રતિ ક્વિન્ટલ છે અને અધિકતમ 12 ટકા ભેજવાળા કપાસ માટે તે પ્રમાણે એમ.એસ.પી. રેટ આપવામાં આવશે. જો કપાસ પકવતા ખેડૂતોભાઈઓને સીસીઆઈને કપાસ વેચવામાં તકલીફ પડતી હોય તો, કૃપા કરીને અમારા સંબંધિત સેન્ટર ઈન્ચાર્જ અથવા એપીએમસી મંડી સચિવ અથવા શાખા પ્રમુખ, સીસીઆઈ, અમદાવાદનો ટેલિફેન નંબર 079-26588822 પર સંપર્ક કરવો.

કપાસ પકવતા ખેડૂતોભાઈઓને વિનંતી છે કે તેઓ કપાસ સુકવીને એપીએમસી મંડીમાં લાવે જેથી કપાસના ખેડૂતોને તેમનો કપાસ વેચવામાં કોઈ તકલીફ ન પડે. સીસીઆઈ વિવિધ ખરીદી કેન્દ્રોમાં કપાસની અંતિમ આવક સુધી મંડીઓમાં FAQ કપાસની ખરીદી ચાલુ રાખશે. એમ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પડાયેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

SD/GP/BT


(Release ID: 1681092) Visitor Counter : 133