રેલવે મંત્રાલય

રાજકોટ અને સિકંદરાબાદ વચ્ચે દોડતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન 16 રાઉન્ડ વિસ્તૃત

Posted On: 15 DEC 2020 9:34PM by PIB Ahmedabad

યાત્રીઓની સગવડ અને વધારાની ભીડને સમાયોજન કરવા માટે વધુ એક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને વિવિધ સ્થળો સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની એક જોડી રાજકોટ અને સિકંદરાબાદ વચ્ચે ચાલશે. અમદાવાદ વિભાગના વિભાગીય રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનની વધારાના ફેરાની વિગતો નીચે આપેલ છે: -

ટ્રેન નં. 02755/02756 રાજકોટ - સિકંદરાબાદ - રાજકોટ ત્રી-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (16 રાઉન્ડ)

ટ્રેન નં. 02755 રાજકોટ-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન દર સોમવાર, બુધવાર અને ગુરુવારે 05.30 કલાકે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે 08.10 કલાકે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 4 જાન્યુઆરી, 2021 થી 20 જાન્યુઆરી, 2021 સુધી ચાલશે. આવી જ રીતે ટ્રેન નં. 02756 સિકંદરાબાદ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન દર સોમવાર, મંગળવાર અને શનિવારે 15.00 કલાકે સિકંદરાબાદથી ઉપડશે અને બીજા દિવસે 17.50 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 2 જાન્યુઆરી, 2021 થી 18 જાન્યુઆરી, 2021 સુધી ચાલશે. મુસાફરી દરમિયાન, આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર જ., સુરેન્દ્રનગર, વિરમગામ જ., અમદાવાદ જ., નડિયાદ જિ., આણંદ જં., વડોદરા જં., અંકલેશ્વર જિ., સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ જ., લોનાવાલા, પુને, દૌડ, સોલાપુર, કલબૂર્ગી, વાડી, ચિતાપુર, સેરમ, તાંડુર અને બેગમપેટ સ્ટેશન પર રોકાશે. આ સ્પેશિયલ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ રહશે.

ટ્રેન નંબર 02755 નું બુકિંગ નિર્ધારિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર 10 દિવસના અગ્રીમ આરક્ષણ અવધિ (એપીઆર) મુજબ શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે અને વિશેષ ભાડા સાથે દોડશે. મુસાફરો સ્પેશિયલ ટ્રેનોના સ્તોપેજ અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



(Release ID: 1680967) Visitor Counter : 101