સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 14 DEC 2020 3:00PM by PIB Ahmedabad

અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ – 380 001 ની કચેરી ખાતે તા. 30-12-2020ના રોજ 12.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આવી ફરિયાદો તારીખ 23-12-2020 સુધીમાં ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ – 380 001 ને મોકલવાની રહેશે. તારીખ 23-12-2020 બાદ મળેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતિવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.

 

SD/GP/BT



(Release ID: 1680539) Visitor Counter : 98