રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ -19 લોકડાઉન દરમિયાન 730 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોનું સફળતાપૂર્વક પરિચાલન

Posted On: 08 DEC 2020 4:59PM by PIB Ahmedabad

કોરોના મહામારીના ખૂબ મુશ્કેલ સમયમાં પણ જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય જાળવવા માટે,પશ્ચિમ રેલ્વેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશના વિવિધ સ્થળોએ સતત દોડી રહી છે. વિવિધ મુશ્કેલીઓ અને માનવશક્તિની અછત હોવા છતાં પશ્ચિમ રેલ્વે દ્વારા લોકડાઉન દરમિયાન, 23 માર્ચથી 6 ડિસેમ્બર, 2020 દરમિયાન લગભગ 1.94 લાખ ટન વજનનો માલ પશ્ચિમ રેલ્વે દ્વારા તેની 730 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોના માધ્યમથી વહન કરવામાં આવ્યો છે. જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે મુખ્યત્વે શામેલ છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીસ મુજબ,આ પરિવહન દ્વારા રાજસ્વ આવક આશરે 66.18 કરોડ રૂપિયા રહી છે. આ અંતર્ગત,પશ્ચિમ રેલ્વે દ્વારા 130 દૂધ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી,જે 99,000 ટનથી વધુના ભાર સાથે વેગનોના 100% ઉપયોગની સુનિશ્ચિતા કરવામાં આવ્યું. તેવી જ રીતે,આશરે 60 હજાર ટન આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 521 કોવિડ-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો પણ દોડાવવામાં આવી હતી.

આ સિવાય, લગભગ 34,000 ટન ભાર માટે 100% ઉપયોગ સાથે 76 ઇન્ડેન્ટ રેક્સ પણ ચલાવવામાં આવ્યા હતા. તાજેતરમાં પશ્ચિમ રેલ્વેથી કુલ 530 ટન ભાર સાથે ત્રણ કિસાન રેલ સેવાઓ પણ ચલાવવામાં આવી હતી. 22 માર્ચથી 6 ડિસેમ્બર 2020 સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે પર માલગાડીઓના 23,690 રેકસનો ઉપયોગ 51.99 મિલિયન ટન આવશ્યક માલની સપ્લાય માટે કરવામાં આવ્યો છે. 47,475 માલગાડીઓને અન્ય ક્ષેત્રિય ટ્રેનો સાથે જોડવામાં આવી હતી, જેમાં 23,759 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 23,716 ટ્રેનોને વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ લઈ જવામાં આવી. આ જ ક્રમમાં, 7 ડિસેમ્બર, 2020 ના રોજ, બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલ્વેના જુદા જુદા સ્ટેશનોથી રવાના થઈ, જેમાં એક પાર્સલ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી જમ્મુ તવી સુધી ચલાવવામાં આવી, જ્યારે એક દૂધ સ્પેશિયલ ટ્રેન પાલનપુરથી હિન્દ ટર્મિનલ માટે રવાના થઈ.



(Release ID: 1679113) Visitor Counter : 91