સંરક્ષણ મંત્રાલય

એર ડિફેન્સ રેજિમેન્ટ દ્વારા 49મા સામ્બા દિવસની ઉજવણી

Posted On: 08 DEC 2020 4:36PM by PIB Ahmedabad

એર ડિફેન્સ રેજિમેન્ટ દ્વારા 07 ડિસેમ્બર 2020ના રોજ ગૌરવભેર ‘49મા સામ્બા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. 1971ના યુદ્ધ વખતે સંકટના વાદળો ઘેરાયેલા હતા ત્યારે, એર ડિફેન્સ રેજિમેન્ટે નિર્ણાયક ઘડીમાં મોરચો સંભાળીને ભાગ્ય પલટાવી દીધું હતું. 07 ડિસેમ્બર 1971નો દિવસ રેજિમેન્ટના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાયેલો છે કારણ કે, આ દિવસે સામ્બાના આકાશામાં થયેલા ભીષણ એર ડિફેન્સ યુદ્ધમાં આ રિજેમેન્ટે 11 પાકિસ્તાની એરક્રાફ્ટનો નાશ કરીને ચાર અલગ અલગ હવાઇ હુમલા નાબૂદ કરી દીધા હતા.

ગનર ભદ્રેશ્વર પાઠક, વીર ચક્ર (મરણોત્તર) અને લાન્સ હવલદાર બાલ બહાદુરે, વીર ચક્ર સૌથી શૌર્યપૂર્ણ લડત આપી હતી જેનાથી રેજિમેન્ટને અસામાન્ય બહાદુરી, શૌર્ય અને હિંમત દાખવવા બદલ સામ્બા VA/VP’ સન્માન આપવામાં આવ્યું હતું.

 



(Release ID: 1679106) Visitor Counter : 101