સંરક્ષણ મંત્રાલય
INS વાલસુરા ખાતે ‘બિટિંગ રીટ્રીટ’નું આયોજન કરવામાં આવ્યું
Posted On:
05 DEC 2020 4:34PM by PIB Ahmedabad
નૌસેના દિવસ 2020ની ઉજવણીના ભાગરૂપે INS વાલસુરા ખાતે 04 ડિસેમ્બર 2020ના રોજ ‘બિટિંગ રીટ્રીટ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે અને સાથે સાથે કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન પણ થાય તે હેતુથી લોકપ્રિય ટીવી ચેનલો અને જામનગર શહેરમાં ઉપલબ્ધ ઑનલાઇન પોર્ટલોની મદદથી આ સંસ્થામાં અને શહેરમાં વસ્તા લોકો માટે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતું.
બિટિંગ રીટ્રીટ કાર્યક્રમ દરમિયાન નેવલ બેન્ડ દ્વારા દિલને સ્પર્શી જાય તેવા પરફોર્મન્સ ઉપરાંત, આ સાંધ્ય કાર્યક્રમમાં કન્ટિન્યુટી ડ્રીલ, PT અને મશાલ પ્રદર્શન પણ સમાવવામાં આવ્યા હતા. કન્ટિન્યુટી ડ્રીલમાં હથિયારો ચલાવવાની નિપુણતા બતાવવામાં આવી હતી જ્યારે મશાલ પ્રદર્શનમાં અધિકારીઓ અને તાલીમાર્થી નાવિકોની શારીરિક સક્ષમતા અને બહાદુરી બતાવવામાં આવી હતી જેનાથી તમામ પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. વાલસુરા બેન્ડ દ્વારા ટ્યૂબ બેલના ડિસ્ટન્ટ ચાઇમ્સ સહિત મિલિટરી ધૂન વગાડવામાં આવી હતી જેનાથી મંત્રમુગ્ધ માહોલ સર્જાયો હતો અને સૂર્યાસ્ત સમયે યોજાયેલા આ કાર્યક્રમમાં નૌસેનાના ધ્વજનું અવરોહણ કરતા પહેલાં તમામ પ્રેક્ષકો તેમાં તલ્લીન થઇ ગયા હતા.
(Release ID: 1678579)
Visitor Counter : 125