રેલવે મંત્રાલય

અમદાવાદ ડિવિઝનના 2 લોકો પાઇલટ્સને રેલ્વે સલામતીના ઉત્કૃષ્ટ કાર્ય માટે જીએમ એવોર્ડ મળ્યો

Posted On: 02 DEC 2020 9:36PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝનના શ્રી જીતેશકુમાર મીના અને શ્રી કૃણાલ રબારી લોકો પાઇલટને વેલિનાર દ્વારા રેલ સલામતીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પશ્ચીમ રેલવેના મહાપ્રબંધકશ્રી આલોક કંસલ  દ્વારા વેબીનારના માધ્યમથી 'મેન ઓફ મોંથ'' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે ડિવિઝનના બે લોકો પાઇલટ્સ શ્રી જીતેશકુમાર મીના અને કૃણાલ રબારી પાલનપુરથી ગાંધીધામ જવા માટે એક ટ્રેન લઇને જઈ રહ્યા હતા. દરમિયાન પીપળી અને બારાહી સ્ટેશન વચ્ચે એક અસામાન્ય ધક્કાની લાગણી થઈ હતી, તે સમયે ટ્રેન બારહી સ્ટેશન પર ઊભી કરવામાં આવી હતી  અને સ્ટેશન માસ્ટરને જાણ કરી,ટ્રેક સ્ટાફના કર્મચારીઓ દ્વારા તપાસ દરમિયાન રેલ ફ્રેકચર મળી આવ્યું હતું. આમ ક્રૂની સજાગતા અને ચેતવણીથી ટ્રેનને અકસ્માતથી બચાવી શકવામાં આવી.

સરાહનિય અને પ્રશંસનીય કાર્ય માટે બંનેને એવોર્ડ જનરલ મેનેજર શ્રી કંસલની વર્ચુઅલ હાજરીમાં શ્રી ઝા દ્વારા એનાયત કરાયો હતો. પ્રસંગે સહાયક ડીવિઝનલ રેલ્વે સલામતી અધિકારી શ્રી ગૌરવ સારસ્વત પણ ઉપસ્થિત રહ્યા હતા.



(Release ID: 1677816) Visitor Counter : 62