સંરક્ષણ મંત્રાલય

સ્વર્ણિમ વિજય વર્ષ સાઇક્લોથોનનો બીજો લેગ

Posted On: 27 NOV 2020 2:25PM by PIB Ahmedabad

કોણાર્ક કોર્પ્સ દ્વારા આયોજિત સ્વર્ણિમ વિજય વર્ષ 1971 સાઇક્લોથોન રેલીને લખપત નજીકથી 26 નવેમ્બર 2020ના રોજ લીલીઝંડી બતાવીને પ્રારંભ કર્યા બાદ, આ રેલીને આગળ વધારવા માટે 27 નવેમ્બર 2020ના રોજ બ્લાડ ઇગલ બ્રિગેડની ગોલ્ડન કટાર ગનર્સની ટીમે સુકાન સંભાળ્યું હતું. આ રેલીના બીજા લેગનો ખૂબ જ લાંબી અને તેજસ્વી કારકિર્દી ધરાવતા IPS અધિકારી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (બોર્ડર રેન્જ) શ્રી જે.આર. મોથલિયાએ લીલીઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ ટીમમાં ગોલ્ડન કટાર આર્ટિલરી બ્રિગેડના ત્રણ અધિકારી અને 18 અન્ય રેન્ક્સ સામેલ થયા હતા. બીજા લેગ દરમિયાન, ટીમ આ રેલી ભૂજથી રવાના થઇને 230 કિલોમીટરનું અંતર સાઇકલિંગ કરીને કાપ્યા બાદ ભચાઉ થઇને રાધનપુર પહોંચી હતી. આ રેલીના આગામી ભાગને જામનગર મિલિટરી સ્ટેશનની ટીમ દ્વારા રાધનપુરથી બકસર સુધીનું 230 કિલોમીટરનું અંતર કાપીને આગળ વધારવામાં આવશે.



(Release ID: 1676431) Visitor Counter : 118