રેલવે મંત્રાલય

અમદાવાદ ડિવિઝન પર બંધારણ દિવસની ઉજવણી કરાઈ

Posted On: 26 NOV 2020 6:30PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર ભારતીય બંધારણની 71મી વર્ષગાંઠ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા એ ડિવિઝન ઓફીસ ખાતે હાજર તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે બંધારણની પ્રસ્તાવના વાંચી સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન સામાજિક પંથ નિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્ય બનાવવા માટે સમસ્ત નાગરિકોને સામાજિક-આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને સમાનતા પ્રાપ્ત કરવા માટે તથા તે બધાએ વ્યક્તિ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા અને બંધુત્વનું વચન આપવામાં આવ્યું હતું.

 શ્રી ઝાએ કહ્યું કે યોગ્ય કર્તવ્ય નિર્વહન થી જ યોગ્ય અધિકાર બનાવવામાં આવે છે. તેમણે દરેકને કહ્યું કે તેઓએ બંધારણીય હકોની માંગ કરતા પહેલા તેમની ફરજો પણ નિભાવવી જોઈએ. આ સમયગાળા દરમિયાન, એડીઆરએમ શ્રી અનંતકુમાર અને પરિમલ શિંદે અને વરિષ્ઠ કાર્મિક અધિકારી શ્રી સુનિલ બિશ્નોઇ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ જોગવાઈ અખંડ રાખવા માટે શપથ લીધા હતા. ડિવિઝનના સાબરમતી અને વટવા ડીઝલશેડ, કાંકરિયા કોચિંગ ડેપો, રેલ્વે હોસ્પિટલ અને સાબરમતી ડેમુ શેડ સહિત ભુજ, ગાંધીધામ, પાલનપુર, વિરમગામ, મહેસાણા, સાબરમતી અને મણીનગર સહિતના ડિવિઝન ના બધા જ સ્ટેશનો પર પણ કર્મચારીઓ દ્વારા બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવી હતી. હાલમાં કોરોનાની અસરને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાની અનુસરીને, સામાજિક અંતર સાથે શપથ લેવામાં આવી હતી.



(Release ID: 1676124) Visitor Counter : 129