સંરક્ષણ મંત્રાલય
NCCના ADGએ રાજકોટ ખાતે NCC ગ્રૂપ હેડક્વાર્ટરની મુલાકાત લીધી
Posted On:
22 NOV 2020 9:07PM by PIB Ahmedabad
NCC નિદેશાલય, ગુજરાત, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણના અધિક મહા નિદેશક મેજર જનરલ રોય જોસેફે 20 નવેમ્બર 2020ના રોજ રાજકોટ ખાતે NCC ગ્રૂપ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. વાર્ષિક નિરીક્ષણના ઉદ્દેશથી તેમણે આ મુલાકાત લીધી હતી. જનરલ ઓફિસરને ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એન. તિવારીએ ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ NCC પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી જેમાં રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવી હતી. બ્રિગેડિયર એસ.એન. તિવારીએ તાજેતરમાં જ 28મા ગ્રૂપ કમાન્ડર તરીકે પદભાર સંભાળ્યો છે તેમણે અધિક મહા નિદેશકને ખાતરી આપી હતી કે ગ્રૂપ તેમના દ્વારા અને NCC મહાનિદેશક દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા મુખ્ય પરિણામ ક્ષેત્રો (કી રિઝલ્ટ એરિયા) પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ છે અને આમ કરવામાં, તેઓ NCCની પ્રવૃત્તિઓના તમામ તબક્કે ઉત્કૃષ્ટ પરિણામ આપવા માટે શક્ય હોય તેવા દરેક પ્રયાસ કરશે. અહીં માવડી ખાતે રૂપિયા 45 કરોડના અંદાજિત ખર્ચે નવી NCC એકેડેમી આવી રહી છે તે અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
જનરલ ઓફિસરે રાજકોટ NCC 2 ગુજરાત ગર્લ્સ બટાલિયનના તાલિમ ક્ષેત્રોની પણ મુલાકાત લીધી હતી જ્યાં તાજેતરમાં ખરીદવામાં આવેલી 0.22 વોલ્ટર KK 500 એક્સપર્ટ રાઇફલ્સ અને 0.177 ફેઇન્કેર્બઉ 800x પ્રો રાઇટ મીડિયમ બ્લેક સિલ્વર રાઇફલ્સ (અંદાજે રૂપિયા 50 લાખની કિંમત) પ્રદર્શન અર્થે મૂકવામાં આવી છે. આનાથી કેડેટ્સના ફાયરિંગના કૌશલ્યમાં ખૂબ જ વધારો થશે. તેમણે બાદમાં DH કોલેજના ઓડિટોરિયમમાં ગ્રૂપના કેડેટ્સને તેમને મેળવેલી સિદ્ધિઓ બદલ સન્માનિત કર્યા હતા અને ANO તેમજ GCI સાથે ઔપચારિક વાર્તાલાપ સત્રનું પણ આયોજન કર્યું હતું.
(Release ID: 1674959)
Visitor Counter : 106