સંરક્ષણ મંત્રાલય

ચીફ ઓફ એર સ્ટાફ સાઉથ વેસ્ટર્ન સેક્ટરની મુલાકાતે આવ્યા

प्रविष्टि तिथि: 12 NOV 2020 4:48PM by PIB Ahmedabad

            એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા PVSM AVSM VM ADC ચીફ ઓફ એર સ્ટાફ (CAS) 12 નવેમ્બર 2020ના રોજ સાઉથ વેસ્ટર્ન સેક્ટરમાં આવેલા બેઝની એક દિવસીય મુલાકાત લીધી હતી. CASના આગમન સમયે એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM, એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ તેમના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

            ડીસા ખાતે આવેલા એર ફોર્સ સ્ટેશન પર CASને બેઝ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંગેની યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે અહીં પરિચાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવૃત્તિઓનું ઉદ્ધાટન કર્યું હતું જેના માટે સરકારે ઓક્ટોબર 2020માં મંજૂરી આપેલી છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ડીસાના એરફિલ્ડ ખાતે વિકાસની પ્રવૃત્તિઅોમાં રનવે અને તેને સંલગ્ન અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના કાર્યોનો પણ સમાવેશ થાય છે.

            બાદમાં CAS વડોદરા ખાતેના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પરની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. CAS સ્ટેશનના સ્થાનિક કમાન્ડર્સ અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે સૌને અનુરોધ કર્યો હતો કે, તેઓ પોતાની ફરજ પૂર્ણ કર્તવ્યનિષ્ઠા અને પૂર્ણ તૈયારીઓની ભાવના સાથે નિભાવે.


(रिलीज़ आईडी: 1672287) आगंतुक पटल : 111
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English