સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
Posted On:
04 NOV 2020 5:27PM by PIB Ahmedabad
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેરી વિભાગ, અમદાવાદ – 380 009 ની કચેરી ખાતે તા. 26-11-2020ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કરશે.
અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મનીઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયિર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), આકાશવાણી ઓફિસની પાછળ, ઈનકમટેક્સ ચાર રસ્તા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380 009 ને મોકલવી જેથી નિયત તારીખ 15-11-2020 સુધી અત્રે કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહિં.
ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત, ફરિયાદની એક અરજીમાં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.
SD/GP/BT
(Release ID: 1670078)
Visitor Counter : 134