સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
                
                
                
                
                
                
                    
                    
                        મંત્રીમંડળે દૂરસંચાર / સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી ક્ષેત્રે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                04 NOV 2020 3:36PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતના સંચાર મંત્રાલય અને યુનાઇટેડ કિંગડમના ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટસ વિભાગ વચ્ચે દૂરસંચાર / સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી (આઈસીટી) ક્ષેત્રે કરાયેલા સમજૂતી કરારને મંજૂરી આપી છે.
આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચે દૂરસંચાર / સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ તેમજ પરસ્પર સમજણ વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે. બ્રેક્જિટ નિર્ણય બાદ, આ સમજૂતીનું ધ્યેય ભારત માટે સહકાર અને તકો વધારવાનું પણ છે. બંને પક્ષોએ સહયોગ માટે નક્કી કરેલા સમાન હિતનાં વિસ્તારો આ મુજબ છે:-
	- દૂરસંચાર / સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકીની નીતિ અને નિયમન;
 
	- સ્પેક્ટ્રમનું વ્યવસ્થાપન;
 
	- મોબાઈલ રોમિંગ સહિત ટેલીકોમ્યુનિકેશન કનેક્ટિવિટી;
 
	- ટેલીકોમ્યુનિકેશન્સ / આઈસીટીનું તકનિકી માનકીકરણ અને પરીક્ષણ તેમજ પ્રમાણન;
 
	- વાયરલેસ કોમ્યુનિકેશન્સ;
 
	- 5જી, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ / મશીન ટુ મશીન, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, બિગ ડેટા વગેરે સહિત ટેલીકોમ્યુનિકેશન્સ / આઈસીટી ક્ષેત્રે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ;
 
	- ટેલીકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા, ટેલીકોમ્યુનિકેશન સેવાઓની ફાળવણી અને વપરાશમાં સુરક્ષા;
 
	- ઉચ્ચ તકનિકી ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ અને જ્યાં પણ શક્ય હોય ત્યાં કુશળતાનો વિનિમય;
 
	- જ્યાં પણ ઉચિત હોય ત્યાં નવી આવતી ટેકનોલોજી અને નવપ્રવર્તન ઉપર સંશોધન અને વિકાસ અંગેની માહિતીનું જોડાણ અને આદાન-પ્રદાન;
 
	- સમજૂતી કરનાર દેશો તેમજ આર્થિક નબળા દેશોમાં ટેલીકોમ્યુનિકેસન્સ / આઈસીટી ક્ષેત્રે સાથે મળીને કામ કરવાની તકો શોધવી;
 
	- ટેલીકોમ્યુનિકેશન / આઈસીટી ઉદ્યોગના પ્રતિનિધિમંડળો અને તેમની મુલાકાતો, કાર્યક્રમો, પ્રદર્શનો, વગેરે દ્વારા પરસ્પર સંમતિ પ્રમાણે વેપાર, રોકાણ અને ટેકનોલોજીની પ્રવૃત્તિઓને સહાયક બનવું; અને
 
	- બંને દેશો દ્વારા પરસ્પર સહમતિ સધાય તે મુજબ, સમજૂતી કરારના અવકાશ સાથે સંલગ્ન હોય તેવા ટેલીકોમ્યુનિકેશન્સ / આઈસીટી ક્ષેત્રે અન્ય સ્વરૂપોમાં સહકાર સાધવો.
 
 
SD/GP/BT 
                
                
                
                
                
                (Release ID: 1670067)
                Visitor Counter : 269
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam