રેલવે મંત્રાલય

ગુર્જર આંદોલનને કારણે ભાવનગર -આસનસોલ સ્પેશિયલ ટ્રેન ડાયવર્ટ

Posted On: 03 NOV 2020 10:13PM by PIB Ahmedabad

રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર - બયાના રેલ ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આંદોલન અંતર્ગત પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા વિભાગમાં દુમરિયા-ફતેહ સિંહપુરા વિભાગ વચ્ચે રેલ્વે ટ્રેક અવરોધિત કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ભાવનગર-આસનસોલ સ્પેશિયલ રૂપાંતરિત રૂટ ઉપર દોડાવવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે: -

ભાવનગરથી 03 નવેમ્બર ના રોજ ચાલતી ટ્રેન નંબર 02941 ભાવનગર - આસનસોલ સ્પેશિયલ સવાઈ માધોપુર - જયપુર - બાંદીકુઇ - ભરતપુર થઈને દોડશે.


(Release ID: 1669892) Visitor Counter : 102