રેલવે મંત્રાલય

લોકડાઉંન થવાને કારણે મુસાફરોની આવકનું નુકસાન

Posted On: 21 OCT 2020 8:28PM by PIB Ahmedabad

લોકડાઉંન ના કારણે યાત્રી ટ્રેનો બંધ હોવાથી પશ્ચિમ રેલવે ને પરા અને બિનપરા સહીત આવક નું કુલ નુકસાન 3000 કરોડ રૂપીયા રહ્યુ છે. જેમાં 465 કરોડ રૂપિયા પરા વિભાગ પર અને 2535 કરોડ રૂપિયા બિનપરા વિભાગ નું નુકસાન સામેલ છે.

હોવા છતાં, 1 માર્ચથી 19 ઓક્ટોબર, 2020 સુધી ટિકિટ રદ થવાને કારણે, પશ્ચિમ રેલ્વેએ 454 કરોડ રૂપિયાની રિફંડ રકમ પરત આપવાની ખાતરી આપી છે.

નોંધનીય છે કે રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 220.66 કરોડ રૂપિયાની રિફંડ ચૂકવણીની ખાતરી આપી છે.

અત્યાર સુધીમાં, સમગ્ર પશ્ચિમ રેલ્વેમાં 70.61 લાખ મુસાફરોએ તેમની ટિકિટો રદ કરી છે અને તે મુજબ તેમના ભાડાની  રકમ પરત  પ્રાપ્ત થઈ છે.

 



(Release ID: 1666585) Visitor Counter : 91