સંરક્ષણ મંત્રાલય

જામનગરમાં બાલાછડી સૈનિક સ્કૂલ ખાતે 88મા એરફોર્સ દિવસની ઉજવણી કરવામાં આવી

Posted On: 09 OCT 2020 3:26PM by PIB Ahmedabad

જામનગરમાં આવેલી બાલાછડી સૈનિક સ્કૂલ ખાતે 08 ઓક્ટોબર 2020ના રોજ એરફોર્સ દિવસની 88મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે, એક સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારજનોએ ભાગ લઇને સફળતાપૂર્વક 14 કિમી અંતર પૂરું કર્યું હતું.

ત્યારબાદ દિવસ દરમિયાન, ધોરણ XIના વિદ્યાર્થીઓ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથીશા માટે હું એરફોર્સ અધિકારી બનવા માંગુ છુ?” વિષય પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય એરફોર્સ સંબંધિત પ્રેરાણદાયી વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા. એરફોર્સ દિવસની ઉજવણીના ભાગરૂપે ફાઇટર એરક્રાફ્ટ મોડલ બનાવવાની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. કેડેટ્સે સ્પર્ધા દરમિયાન માટી, રૂ, ભીની માટી, કાર્ડબોર્ડ, વાયર, કાગળ વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ કરીને વિવિધ ફાઇટર એરક્રાફ્ટના મોડલ તૈયાર કર્યા હતા. ધોરણ VI થી VIIIની શ્રેણીમાં, કેડેટ અંશુકુમાર અને કેડેટ મહોમ્મદ સાહિલ અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે આવ્યા હતા જ્યારે ત્રીજા ક્રમે બે કેડેટકૌશિક દાસ અને અંજો પલામટ્ટમ આવ્યા હતા. ઉપરાંત, ધોરણ IX થી XII ની અન્ય એક શ્રેણીમાં, કેડેટ નીલ પટેલ, કેડેટ શિવમસિંહ અને કેડેટ જીલકુમાર અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવ્યા હતા. ઉપરાંત ધોરણ IXના કેડેટ અથર્વ શાહને ગાજરમાંથી એરક્રાફ્ટનું મોડલ તૈયાર કરવા બદલ વિશેષ ઇનામ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંબોધન આપતા, બાલાછડી સૈનિક સ્કૂલના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે કેડેટ્સને શુભેચ્છાઓ પાઠવી હતી અને દરેકને દિલથી અભિનંદન પાઠવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન, મુખ્ય અતિથિએ ભારતીય એરફોર્સના મૂળ ઉદ્ગમ અને તેમણે આપેલા વિવિધ બલિદાનો પર પ્રકાશ પાડ્યો હતો અને વિવિધ પ્રકાર એરક્રાફ્ટ વિશે માહિતી આપી હતી. તેમણે કેડેટ્સને સંરક્ષણ સેવાઓમાં જોડાઇને રાષ્ટ્રની સેવા કરવા માટે પણ પ્રેરણ આપી હતી.

 



(Release ID: 1663089) Visitor Counter : 102