રેલવે મંત્રાલય

અમદાવાદ મંડલ પર કોવિડ 19ને રોકવા માટે જાગરૂકતા અભિયાનની શરૂઆત

Posted On: 08 OCT 2020 9:57PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ પર માનનીય પ્રધાનમંત્રી જી ના આહવાન પર આજ થી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી કોવિડ 19 ને રોકવા માટે પ્રોટોકોલ પાલન માટે શપથ લેવામાં આવી.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ આ જાગરૂકતા અભિયાન ની મંડળ કાર્યાલય થી શરૂઆત કરી. આ જાગરૂકતા અભિયાન ના અંતર્ગત અમદાવાદ મંડળ ના રેલવે સ્ટેશનો અને કાર્ય સ્થળો પર રેલ કર્મીઓ દ્વારા શપથ લેવામાં આવી.આ ઉપરાંત મંડળ ના મુખ્ય સ્ટેશનો પર ડિજીટલ સ્ક્રીનો ના માધ્યમ થી જાગરૂકતા અભિયાન ના બેનર અને પોસ્ટર પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. સામાન્ય પબ્લિક , રેલ કર્મીઓ અને તેમના પરિવારો માં કોવિડ 19 થી બચાવ માટે જરૂરી ઉપાયો થી સબંધિત હોર્ડિંગ્સ અને પોસ્ટરો સ્ટેશનો, રેલવે પરિસરો, ટ્રેનો, કોચિંગ ડેપો, ડીઝલ શેડ કાર્યાલયો, રેલવે કોલોનીઓ અને અન્ય રેલ પરિસરો માં લગાવવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મંડળ પર આ રાષ્ટ્રવ્યાપી અભિયાન ના અંતર્ગત મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર, ઉપસ્થિત અધિકારી તથા કર્મચારીઓ  એ દેશ માં ફેલાયેલી આ કોવિડ મહામારી ને રોકવા માટે ફેસ માસ્ક લગાવવા, બે ગજ દૃર રહેવા અને સાબુ અને પાણી થી સારી રીતે હાથ ધોવા તથા બીજાઓને પણ પ્રેરિત કરવા માટે ઉપયુક્ત વ્યવહાર ની શપથ લીધી.


(Release ID: 1662894) Visitor Counter : 94