રેલવે મંત્રાલય

રેલ્વે સુરક્ષા બળના 'ઉત્થાન દિવસ' પર વિવિધ કાર્યક્રમોનું આયોજન

Posted On: 20 SEP 2020 6:44PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા “Raising Day” નિમિત્તે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.  મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા અને વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી સૈયદ સરફરાઝ અહેમદ સહિત રેલવે સુરક્ષા બળ ના કર્મચારીઓ દ્વારા સરસપુર સ્થિત આરપીએફ બેરેક એરિયા માં વૃક્ષારોપણ કાર્યક્રમ માં ઝાડ રોપવા માં આવ્યા.


શ્રી ઝા એ માહિતી આપી હતી કે આ “RPF Raising Day” સપ્તાહ દરમિયાન આરપીએફ સફાઇ અભિયાન પણ ચલાવી રહ્યું છે, જેમાં ઓફિસ બેરેક સહિતના તમામ વિસ્તારોમાં સઘન સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.તેમના જણાવ્યા મુજબ વિવિધ પોસ્ટર, પમ્પ્લેટ અને બેનરો દ્વારા મુસાફરો ને જાગૃત કરવા જાગૃતિ અભિયાન પણ યોજવામાં આવશે, જેમાં મુસાફરોને મુસાફરી દરમિયાન લેવામાં આવતી સાવચેતી અને પગલાઓ વિશે અને રેલ્વેના નિયમો વિશે પણ માહિતગાર કરવામાં આવશે.


આ સપ્તાહ દરમિયાન રક્તદાન શિબિર પણ યોજવામાં આવી છે જેમાં "રક્તદાન - મહાદાન" ની અભિવ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.  નોંધનીય છે કે 21 સપ્ટેમ્બર 1987 ના રોજ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ને કેન્દ્રીય સશસ્ત્ર બળ સંગઠન નું સભ્ય બનાવવામાં આવ્યુ હતું.  તેથી  રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા આ તારીખે “Raising Day”ની ઉજવણી કરવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન અનેક કલ્યાણકારી કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.



(Release ID: 1657020) Visitor Counter : 136