રેલવે મંત્રાલય

લોકડાઉનને કારણે મુસાફરો દ્વારા થતી આવકનું નુકસાન

Posted On: 01 SEP 2020 4:33PM by PIB Ahmedabad

લોકડાઉનને કારણે પેસેન્જર ટ્રેનો બંધ થવાને કારણે પશ્ચિમ રેલ્વે પરઉપનગરીય અને બિન ઉપનગરીય સહિત આવકનું કુલ નુકસાન 2363 કરોડ રૂપિયા રહ્યું છે. જેમાંથી 356 કરોડ રૂ. ઉપનગરીય વિભાગ અને 2007 કરોડ રૂ. નોન-પરા વિભાગનું નુકસાન શામેલ છે. આ હોવા છતાં, 1 માર્ચથી 30 ઓગસ્ટ, 2020 સુધી ટિકિટ રદ થવાને કારણે, પશ્ચિમ રેલ્વેએ 421.39 કરોડ રૂપિયાના રિફંડની ખાતરી આપી છે.ઉલ્લેખનીય છે કે આ રિફંડ રકમમાં, એકલા મુંબઇ ડિવિઝને 203.20 કરોડ રૂપિયાની પરત ચૂકવણીની ખાતરી આપી છે. અત્યાર સુધીમાં 65.11 લાખ મુસાફરોએ આખી પશ્ચિમ રેલ્વેમાં તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમના ભાડા ની રકમ પરત પ્રાપ્ત થઇ છે.



(Release ID: 1650374) Visitor Counter : 119