સંરક્ષણ મંત્રાલય

બ્રિગેડિયર એસ.એન.તિવારીએ રાજકોટ NCC ગ્રૂપ હેડક્વાર્ટરના ગ્રૂપ કમાન્ડર તરીકે જવાબદારી સંભાળી

Posted On: 01 SEP 2020 10:05AM by PIB Ahmedabad

ગેડિયર એસ.એન.તિવારીએ 1લી સપ્ટેમ્બર, 2020ના રોજ રાજકોટ ખાતે આવેલા NCC ગ્રૂપ હેડક્વાર્ટરના 27મા ગ્રૂપ કમાન્ડર તરીકે જવાબદારી ધારણ કરી છે. ગુજરાત મહાનિર્દેશકના નિયંત્રણ હેઠળ રાજકોટ NCC ગ્રૂપ HQ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં NCC કેડેટ્સની તાલીમની કામગીરી સંભાળે છે. આ ગ્રૂપ તેના આર્મી, નેવી અને એરફોર્સ NCC યુનિટ્સ અંતર્ગત 73 કોલેજ અને 113 સ્કૂલોમાંથી અંદાજિત 13,000 કેડેટ્સને તાલીમ આપે છે.

બ્રિગેડિયર એસ.એન.તિવારી રેવામાં આવેલી સૈનિક સ્કૂલ, ખડકવાસલા ખાતેની નેશનલ ડિફેન્સ એકેડમી અને દહેરાદૂન ખાતે આવેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તે સ્પેશિયલ ફોર્સ ઓફિસર છે અને પેરાશૂટ રેજિમેન્ટની છઠ્ઠી બટાલિયનમાં કમિશન્ડ થયાં હતાં, જેનું તેમણે સંચાલન કર્યુ હતું.

તેમણે ઇન્ડિયન આર્મીની સ્પેશિયલ ફોર્સિસ રેજિમેન્ટમાં પોતાની ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા એક દ્રષ્ટાંત પૂરો પાડ્યો છે. તે એરબોર્ન અને હેલિબોર્ન વૉરફેરના નિષ્ણાત રહી ચૂક્યાં છે અને અમેરિકા અને રશિયા સાથે સંયુક્ત હવાઇ ક્વાયતો હાથ ધરવાની વિશેષ સિદ્ધી ધરાવે છે. બ્રિગેડિયર એસ.એન.તિવારી ઇન્ડિયન સ્પેશિયલ ફોર્સિસ ટીમના પણ સંચાલક રહ્યાં હતાં, જેણે 2002માં 'એરબોર્ન આફ્રિકા'માં વિજય મેળવ્યો હતો.

તેઓ બેલગાંવ ખાતે એલિટ કમાન્ડો વિંગના ઇન્સ્ટ્રક્ટર રહી ચૂક્યાં છે. ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજના ગ્રેજ્યુએટ રહ્યાં છે. મિલિટરી ઓપરેશન ડિરેક્ટોરેટમાં તેમને સ્પેશિયલ ઓપરેશન સેલમાં નિમવામાં આવ્યાં હતાં. તેઓ આગ્રા ખાતે આર્મી એરબોર્ન ટ્રેનિંગ સ્કૂલના પણ કમાન્ડન્ટ રહી ચૂક્યાં છે. તેઓ હાઇ અલ્ટિટ્યુડ અને ત્રાસવાદ વિરોધી કામગીરીમાં બહોળો કાર્યલક્ષી અનુભવ ધરાવે છે અને નોર્ધન સેક્ટરમાં બ્રિગ્રેડનું સંચાલન કર્યુ હતું.

બ્રિગેડિયર એસ.એન.તિવારી કુશળ હોકી ખેલાડી, સાઇકલિસ્ટ, સ્કાયડાઇવર અને કોમ્બેટ ફ્રી ફોલર છે. તેમની પત્ની શ્રીમતિ મીના તિવારી ગૃહિણી છે, જેઓ હિંદી અને પ્રાચીન ઇતિહાસમાં અનુસ્નાતક અને બી.એડ. છે.

 


(Release ID: 1650258) Visitor Counter : 117