રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલ્વે દ્વારા માલ અને પાર્સલ ટ્રેનો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન

Posted On: 31 AUG 2020 10:38PM by PIB Ahmedabad

23 માર્ચ 2020થી 29 ઓગસ્ટ 2020 સુધી, પશ્ચિમ રેલ્વેએ 503 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા 1.10 લાખ ટન સામગ્રીનું પરિવહન કર્યું છે. જેમાં કૃષિ પેદાશોની દવાઓ, દૂધ, અનાજ, ખાદ્યતેલો વગેરે શામેલ છે. જેનાથી 36.28 કરોડ રૂપિયા ની આવક થઈ છે. સમયગાળા દરમિયાન, 81 મિલ્ક સ્પેશ્યિલ ટ્રેનો  પશ્ચિમ રેલ્વે દ્વારા દોડાવવામાં આવી હતી, જેમાં 61500.00 ટનથી વધુનો ભાર હતો. આજ પ્રકારે, લગભગ 36700 ટનથી વધુ ભારવાળી 392 કોવિદ-19  વિશેષ પાર્સલ ટ્રેનો પણ વિવિધ આવશ્યક ચીજવસ્તુઓનાં પરિવહન માટે દોડાવવામાં આવી હતી. સિવાય, આશરે 100% ક્ષમતાવાળા 12,800 ટન થી વધુ ભારવાળી 30 ઇન્ડેન્ટેડ રેક્સ પણ ચલાવવામાં આવ્યા હતા. લોકડાઉન દરમિયાન, વેસ્ટર્ન રેલ્વેએ 22 માર્ચ, 2020થી 29 ઓગસ્ટ, 2020 સુધીમાં માલ ગાડીઓના 13,353 રેક લોડ કર્યા, જેમાં 27.78 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓ લોડ થઈ. કુલ 26,269 ગુડ્ઝ ટ્રેનોને અન્ય ઝોનલ ટ્રેનો સાથે બદલી કરવામાં આવી હતી, જેમાંથી 13,127 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 13,142 ટ્રેનોને પશ્ચિમ રેલ્વેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ તરફ લઇ જવામાં આવી હતી. ઓગસ્ટ 30, 2020 ના રોજ, પાર્સલ વિશેષ ઓખાથી ન્યુ ગુવાહાટી તરફ પ્રયાણ કર્યું.



(Release ID: 1650238) Visitor Counter : 112