Ministry of Railways
નાગદા રેલવે સ્ટેશન પર ચાર વિશેષ ટ્રેનોના રોકાણ સમયગાળામાં વધારો
Posted On:
27 AUG 2020 3:27PM by PIB Ahmedabad
મુસાફરોની સુવિધા માટે નાગદા રેલ્વે સ્ટેશન પર ચાર વિશેષ ટ્રેનોનો સમયગાળો બે મિનિટથી વધારીને પાંચ મિનિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ નાગદા સ્ટેશન પર આ ટ્રેનોનું નવું સમયપત્રક નીચે મુજબ હશે –
(1). 26 ઓગસ્ટ, 2020 થી ગોરખપુરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 09038 ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના રોકાણનો સુધારાયેલ સમય 15.42 થી 15.47 કલાકનો રહેશે.
(2) 27 ઓગસ્ટ, 2020 થી મુઝફ્ફરપુરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 09040 મુઝફ્ફરપુર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના રોકાણનો સુધારાયેલ સમય 15.42 થી 15.47 કલાકનો રહેશે.
(3) 26 ઓગસ્ટ, 2020 થી દરભંગાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 09166 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનના રોકાણનો સુધારાયેલ સમય 19.47 થી 19.52 કલાકનો રહેશે.
(4) 27 ઓગસ્ટ, 2020 થી વારાણસીથી ઊપડનારી ટ્રેન સંખ્યા 09168 વારાણસી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનના રોકાણનો સુધારાયેલ સમય 19.47 થી 19.52 કલાકનો રહેશે.
(Release ID: 1648934)
Visitor Counter : 190