સંરક્ષણ મંત્રાલય

રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહે નૌસેના નાવીન્યતા અને સ્વદેશીકરણ સંગઠન (NIIO)નો પ્રારંભ કર્યો

Posted On: 14 AUG 2020 4:56PM by PIB Ahmedabad

રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહે ઑનલાઇન વેબિનારના માધ્યમથી નૌસેના નાવીન્યતા અને સ્વદેશીકરણ સંગઠન (NIIO)નો પ્રારંભ કર્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

NIIO એવું સમર્પિત માળખું આપે છે જેની મદદથી છેવટના વપરાશકર્તા આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને ધ્યાનમાં રાખીને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે નાવીન્યતા અને સ્વદેશીકરણને આગળ ધપાવવા શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે વાર્તાલાપ કરી શકે છે.

NIIO એ એક ત્રિસ્તરીય સંગઠન છે. નૌસેના ટેકનોલોજી પ્રવેગ પરિષદ (N-TAC) નાવીન્યતા અને સ્વદેશીકરણના બે પાસાં એક સાથે લાવશે અને સર્વોચ્ચ સ્તરના નિર્દેશો પૂરાં પાડશે. N-TAC બેઠળ કાર્યકારી સમૂહ પરિયોજનાઓના અમલીકરણનું કામ કરશે. ટેકનોલોજી વિકાસ પ્રવેગ સેલ (TDAC)ની પણ રચના કરવામાં આવી છે. પ્રવેગિત સમય મર્યાદામાં ઉભરતી વિક્ષેપક ટેકનોલોજીને લાવવા માટે આ સેલની રચના કરવામાં આવી છે.

ડ્રાફ્ટ સંરક્ષણ હસ્તાંતરણ નીતિ 2020 (DAP 2020)માં હાલમાં અસ્તિત્વમાં હોય તેવા સંસાધનોનો ઉપયોગ કરીને સર્વિસ હેડક્વાર્ટર્સ નાવીન્યતા અને સ્વદેશીકરણ સંગઠનની સ્થાપના કરે તેવી પરિકલ્પના કરવામાં આવી છે. ભારતીય નૌસેના પાસે પહેલાંથી જ કાર્યરત સ્વદેશીકરણ નિદેશાલય (DoI) છે અને તૈયાર કરવામાં આવેલું નવું માળખું હાલમાં ચાલી રહેલી સ્વદેશીકરણની વિવિધ પહેલો અંતર્ગત તૈયાર કરવામાં આવશે તેમજ નાવીન્યતા પર ધ્યાન આપવામાં આવશે.

આ પ્રારંભ કાર્યક્રમ દરમિયાન, ભારતીય નૌસેનાએ જેમની સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા તેમની વિગતો નીચે પ્રમાણે છે:-

(i)   ઉત્તરપ્રદેશ એક્સપ્રેસ- વે ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ (UPEIDA);

(ii)  રક્ષા શક્તિ યુનિવર્સિટી (RSU), ગુજરાત;

(iii)  માકેર વિલેજ, કોચી; અને

(iv)   સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (SIDM)

સ્થાનિક ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓને ચર્ચામાં સાંકળવા માટે આ વેબિનાર દરમિયાન RSU સાથે ભાગીદારીમાં એક ઑનલાઇન ચર્ચા મંચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

ભારતીય નૌસેનાના સ્વદેશીકરણ પરીપ્રેક્ષ્ય આયોજનોનો સારસંગ્રહ ‘સ્વાવલંબન’ નામના શીર્ષક સાથે આ પ્રસંગે બહાર પાડવામાં આવ્યો હતો.



(Release ID: 1645795) Visitor Counter : 150