રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ પર સ્વચ્છતા સપ્તાહની શરૂઆત

Posted On: 12 AUG 2020 5:04PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રીની પહેલ પર પુરા ભારતીય રેલ્વે પર "સ્વચ્છતા સપ્તાહ" ની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર પણ સ્વચ્છતા સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે, જે 16 ઓગસ્ટ, 20 સુધી ચાલશે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ માહિતી આપી હતી કે 10 ઓગસ્ટથી મંડળ પર સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વર્તમાનમાં કોરોના વૈશ્વિક મહામારીને દેખતા સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરતાં રેલ્વે સ્ટેશનો અને રેલ પરિસર તથા તેની આસપાસના ક્ષેત્ર,વોટર વેંડિંગ મશીન અને પીવાના પાણીના વોટર હટ,ડ્રેનેજ ટોયલેટ તથા વર્કપ્લેસ અને કાર્યાલયો સહિત દરેક ક્ષેત્રોમાં ગહન સફાઈ અભિયાન પ્રારંભ કરવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે આ સપ્તાહ દરમિયાન રેલ્વે ટ્રેકો પર સ્વછતા માટે વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કોરોના રોગચાળાના સમયમાં જ્યાં નિયમિત ટ્રેનોનું સંચાલન હાલમાં આગળની સૂચના સુધી બંધ છે, જેનાથી રેલ્વે ટ્રેક પર ટ્રેનો નું સંચાલન ઓછું છેજે આપણને રેલ્વે ટ્રેકની વધુ સારી સફાઇ કરવામાં મદદ કરશે. તેમના જણાવ્યા મુજબ અમારો વિશેષ ભાર રેલ્વે ટ્રેક સાફ કરતી વખતે અન્ય કચરાની સાથે ટ્રેકની આજુબાજુ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવા પર રહેશે.

મંડળના ભુજગાંધીધામપાલનપુરવિરમગામમહેસાણાસાબરમતી અને અમદાવાદ સ્ટેશનો સહિત સાબરમતી અને વટવા ડીઝલ શેડકાંકરિયાઅમદાવાદ અને સાબરમતી કોચિંગ ડેપો,મણિનગર,સરસપુર તથા સાબરમતી અને શાહીબાગ રેલ્વે કોલોનીઓ તથા મંડલ કાર્યાલય પર પણ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાઅપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા રેલકર્મી ઉપસ્થિત હતા.



(Release ID: 1645356) Visitor Counter : 75