સંરક્ષણ મંત્રાલય
ICGએ ગુજરાતના દરિયામાં ‘હર્ષદ’ અને ‘અલ લાબ્બેક’ બોટમાં ફસાયેલા 15 માછીમારોની સહાયતા કરી
Posted On:
10 AUG 2020 9:49PM by PIB Ahmedabad
ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પાવકને 09મી ઑગસ્ટ, 2020ના રોજ આશરે 12.15 કલાકે જકાઉથી દક્ષિણ-પશ્ચિમ 36 NM દૂર 08 ખલાસીઓ ધરાવતી IFB હર્ષદનું એન્જિન બંધ પડી ગયા અંગેના VHF કોલ પ્રાપ્ત થયો હતો. તોફાની દરિયા અને ભારે પવનની સ્થિતિમાં ICGનું જહાજ ખૂબ જ ઝડપથી ઘટનાની ગંભીરતા સમજીને તે સ્થાન પર પહોંચી ગયું હતું. માછીમારી માટે વપરાતી બોટ ‘હર્ષદ’ દ્વારા એન્જિન બંધ પડી ગયા બાદ ICG પાસેથી મદદ માંગવામાં આવી હતી. તોફાની બનેલા દરિયાને ધ્યાનમાં રાખીને બોટને જહાજ સાથે ટો કરી દેવામાં આવી હતી. આ દરમિયાન જખાઉથી દક્ષિણ-પશ્ચિમ 26 nm સ્થિત વધુ એક માછીમારીની બોટ IFB અલ લાબ્બેકે માછીમારીની જાળમાં પ્રોપલર ફસાઇ જવાના કારણે સહાયતા માટે VHF કોલ દ્વારા જહાજનો સંપર્ક કર્યો હતો. આ બોટ ઉપર છ ખલાસીઓ સવાર હતા. ત્યારબાદ IFB અલ લાબ્બેકને પણ જહાજ સાથે ટો કરી દેવામાં આવી હતી અને બન્ને IFBને સલામત સ્થાને દોરી જવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ, IFB હર્ષદ અને IFB અલ લાબ્બેકને IFB અલ બદરીને 15 ખલાસીઓ સાથે સુપરત કરવામાં આવી હતી, જેની ગોઠવણ બોટના માલિક દ્વારા જખાઉ બંદર સુધી ટોઇંગની સહાયતા માટે કરવામાં આવી હતી.
(Release ID: 1644963)
Visitor Counter : 104