રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલવેનાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટોએ ગુજરાતથી એક સપ્તાહમાં બંગલાદેશ માટે બે ટ્રેનો રવાના કરવાનો ઈતિહાસ રચ્ચો
Posted On:
10 AUG 2020 9:45PM by PIB Ahmedabad
માલવહનને ગતિ આપવા માટે ભારતીય રેલવેના ઉદ્દેશની આપૂર્તિ માટે પશ્ર્ચિમ રેલવેના ઝોનલ મુખ્યાલય અને મંડળ કાર્યાલયોમાં ગત દિવસોમાં મલ્ટી- ડિસિપ્લિનરી બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ (બીડીયુ)ની સ્થાપના કરવામાં આવી છે. આ એકમોને સ્થાપિત કરવાનો ઉદ્દેશ નવા વિચારો અને પહેલોનો સમાવેશ કરીને માલબજારમાં માલના પરિવહનના વ્યવસાયની સંભાવનાઓમાં સુધારણા લાવવાનો છે. રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર પશ્ર્ચિમ રેલવે માલવહન કરનારને આકર્ષિત કરવા માટે અલગ અલગ પ્રોત્સાહન યોજનાઓ લઈને આવી છે, જેના માધ્યમથી માલગ્રાહકોને તેમનો માલ અને પાર્સલના પરિવહન માટે રેલવે સાથે જોડાણ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રોત્સાહન યોજનાઓની મદદથી ભારતીય રેલવે પ્રતિસ્પર્ધી એકમ દરો પર માલગ્રાહકોને ટ્રાફિકની પ્રસ્તુતિ કરી રહી છે, જે માર્ગ પરિવહનની તુલનામાં બહુ ઓછા છે અને તેના અંતર્ગત તેમનો માલ સુનિશ્ર્ચિત સમય સાથે તાત્કાલિક ધોરણે નિર્ધારિત સ્થળ સુધી પહોંચાડવામાં આવશે.
પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી એક અખબારી યાદી અનુસાર- આ ક્રમમાં પશ્ર્ચિમ રેલવેનાં નવરચિત ભાવનગર અને અમદાવાદનાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટોએ એક સપ્તાહમાં બંગલાદેશ માટે ૨ ટ્રેનો મોકલવાની મોટી સિદ્ધિ સાથે ઈતિહાસ રચ્યો છે, જે અંતર્ગત પહેલી ગૂડ્સ ટ્રેન ૪ ઓગસ્ટ, ૨૦૨૦ના ભાવનગર મંડળના ધોરાજી સ્ટેશનથી રવાના થઈ અને પહેલી પાર્સલ વિશેષ ટ્રેનને ૯ ઓગસ્ટ, ૨૦૨૦ના કાંકરિયા ગૂડ્સ શેડથી પ્રસ્થાન કરાઈ. ઉલ્લેખનીય છે કે પશ્ર્ચિમ રેલવેના મહાવ્યવસ્થાપક શ્રી આલોક કંસલ પશ્ર્ચિમ રેલવેનાં બધાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટનાં મુખ્ય પાસાંઓનું ઊંડાણથી મોનિટરિંગ કરી રહ્યા છે અને ડિવિઝનલ બીડીયુની સર્વ સંબંધિત ઊર્જાવાન ટીમોએ તેમનાં મંડળમાં નવા માલવેપારની મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે નિરંતર પ્રોત્સાહિત કરી રહ્યા છે. બીડીયુ માટે પહેલી સફળતા ત્યારે હાંસલ કરાઈ જ્યારે ભાવનગર મંડળે ૪ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ધોરાજીથી બંગલાદેશ (દર્શના) માટે કાંદાની રેક લાદીને તેને રવાના કરી. કાંદાની રેકે ધોરાજીથી દર્શના સુધી ૨૪૩૭ કિલોમીટરનું અંતર પાર કર્યું. એપીએમસી અને ધોરાજી, ઉપલેટા અને ગોંડલ ક્ષેત્રના કાંદાના વેપારીઓ સાથે બીડીયુ દ્વારા નિરંતર માર્કેટિંગ પ્રયાસો અને વાતચીતથી આ સફળતાને શક્ય બનાવી શકાઈ. પશ્ર્ચિમ રેલવેની ટીમ દ્વારા સૂચિત અમુક અર્થવર્ક સાથોસાથ લોડિંગ પાર્ટીથી પ્રાપ્ત ઈનપુટના આધાર પર ધોરાજી સ્ટેશનને બહુ ઓછા સમયમાં લદાન માટે ફિટ કરી દેવાયું હતું. આમ, ધોરાજી સ્ટેશનને કમસેકમ સમયમાં લદાન માટે ખોલવામાં આવ્યું. ભાવનગર મંડળ માટે નવા માલ પરિવહનથી લગભગ રૂ. ૪૬ લાખની મહેસૂલી પ્રાપ્ત થઈ છે અને આ મહિનામાં બે વધુ રેક લોડ થવાની સંભાવના છે.
શ્રી ઠાકુરે જણાવ્યું કે બીડીયુની બીજી સિદ્ધિ અમદાવાદ મંડળદ્વારા હાંસલ કરાઈ છે, જ્યાં બંગલાદેશના બેનાપોલ સ્ટેશન માટે એક પાર્સલ વિશેષ ટ્રેન બુક કરાઈ. બંગલાદેશ માટે પશ્ર્ચિમ રેલવેની આ પહેલી પાર્સલ વિશેષ ટ્રેન કાંકરિયાથી બેનાપોલ સુધી ૨૧૧૦ કિલોમીટરનું અંતર પાર કરશે, જેમાં ક્લોથ મટીરિયલ, રસાયણ અને ડાઈ લાદવામાં આવ્યાં છે. આ ટ્રેન ૯ ઓગસ્ટ, ૨૦૨૦ના કાંકરિયાથી રવાના થઈ, જેનાથી રૂ. ૩૦.૫૦ લાખની મહેસૂલી આવક થશે. આશા છે કે બેનાપોલ સ્ટેશન માટે ચારથી પાંચ વધુ પાર્સલ વિશેષ ટ્રેનો ટૂંક સમયમાં જ બુક કરાશે. વાસ્તવમાં એ ગર્વની વાત છે કે આપણી ક્ષેત્રીય રેલવે ભારતના લોકોની સેવા કરવા સાથોસાથ બંગલાદેશના લોકોની પણ સેવા કરવા માટે આંતરરાષ્ટ્રીય સીમાઓ પણ પાર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે પશ્ર્ચિમ રેલવેએ આ નાણાકીય વર્ષમાં દેશવ્યાપી લોકડાઉન અને શ્રમશક્તિની અછત છતાં પોતાના લોડિંગમાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાવી છે. પશ્ર્ચિમ રેલવેએ જુલાઈ ૨૦૨૦ આયર્ન સ્ટીલની ૬૫ રેકોનું શ્રેષ્ઠ લોડિંગ હાંસલ કર્યું. મિની રેકના લોડિંગમાં પણ ભારે વૃદ્ધિ થઈ છે. એપ્રિલથી જુલાઈ ૨૦૨૦ સુધી ચાર મહિનામાં ૨૪૯ રેક લોડ કરાઈ છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં ફક્ત બે રેક લોડ થઈ હતી. પશ્ર્ચિમ રેલવેએ ઓક્ટોબર ૨૦૧૯માં ખોલેલા માર્ગથી ડવાર્ક ડબલ સ્ટેક કન્ટેઈનરોની ૩૦ રેક લોડ કરી છે, જેમાંથી ૧૭ રેક આ નાણાકીય વર્ષમાં લાદવામાં આવી છે. જુલાઈ ૨૦૨૦માં સૌથી વધુ ૬ રેકનું લોડિંગ થયું છે. એપ્રિલથી જુલાઈ ૨૦૨૦ સુધી ૭૪૪ ટુ પોઈન્ટ ડેસ્ટિનેશનવાળી રેક લોડ થઈ, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૬૨૧ રેક લોડ કરાઈ હતી અને ૧૧ રેકને બે મૂળ પોઈન્ટ્સથી એકલ પહોંચાડવાના સ્થળ સુધી લોડ કરાઈ હતી. માલગાડીઓની ગતિ બેગણી કરવાના લક્ષ્યને અનુરૂપ પશ્ર્ચિમ રેલવેએ જુલાઈ ૨૦૨૦માં પ્રતિકલાક ૪૩ કિમી ગતિ પ્રાપ્ત કરી છે, જ્યારે ગયા વર્ષે તે પ્રતિકલાક ૨૭ કિમી હતી. શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે હાલમાં જ પશ્ર્ચિમ રેલવે પર નવસ્થાપિત બીડીયુ દ્વારા ચેમ્બર્સ ઓફ કોમર્સ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજ્ય સરકારના અધિકારીઓ અને હેન્ડલિંગ એજન્ટોના ૭૫ ગ્રાહકો સાથે અનેક બેઠકો યોજાઈ. પશ્ર્ચિમ રેલવે દ્વારા ગ્રાહકોને આશ્ર્વાસન આપવામાં આવ્યું છે કે જ્યાં પણ શક્ય છે, બંગલાદેશ માટે પાર્સલ વિશેષ ટ્રેનમાં લોડ કરવાના સ્ટેકિંગ માટે ઉદાર મંજૂરીની જેમ છૂટછાટ અપાશે. સંભવિત ગ્રાહકોએ પણ પોતાનાં સૂચન આપ્યાં છે અને અમુક વસ્તુઓને લોડ કરવામાં છૂટ માગી છે, જે માટે બહેતર વ્યાવસાયિક સંબંધ વિકસિત કરવા પર પશ્ર્ચિમ રેલવે દ્વારા વિચારવિમર્શ કરવામાં આવી રહ્યો છે. શ્રી ઠાકુરે જણાવ્યું કે પશ્ર્ચિમ રેલવે દ્વારા આ નવી પહેલોથી નિશ્ર્ચિત જ રાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસનાં નવાં દ્વાર ખૂલી જશે.
(Release ID: 1644959)
Visitor Counter : 78