સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સીજીએચએસ સ્વાસ્થ્ય કેન્દ્ર ક્રમાંક 5ના નવા પરિસરનું ઉદઘાટન કરવામાં આવ્યું
Posted On:
05 AUG 2020 5:26PM by PIB Ahmedabad
અમદાવાદ સીજીએચએસ સ્વાસ્થ્ય કેન્દ્રના સહાયક નિદેશક ડૉ. રાજેશ કુમારે આજે સીજીએચએસ સ્વાસ્થ્ય કેન્દ્ર ક્રમાંક 5ના નવા પરિસરનું ઉદઘાટન કર્યું હતું. ભારતના શ્રેષ્ઠ સીજીએચએસ સ્વાસ્થ્ય કેન્દ્રોમાંના એક એવા આ સ્વાસ્થ્ય કેન્દ્રમાં મૂળભૂત માળખાગત અને આરોગ્યસંભાળ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સીજીએચએસ સ્વાસ્થ્ય કેન્દ્ર ક્રમાંક 5ને 4 ઓગસ્ટના રોજ મેઘાણીનગરથી નરોડા સ્થળાંતરીત કરવામાં આવ્યું છે. આ નવા પરિસરનું સરનામું :- “પહેલો માળ, મેડીકન આર્કેડ, ગેલેક્સી પેટ્રોલ પંપ સામે, નરોડા, અમદાવાદ”
તમામ સીજીએચએસ લાભાર્થીઓને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવાના હેતુથી આ નવા પરિસરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સીજીએચએસ સ્વાસ્થ્ય કેન્દ્ર એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તબીબી સેવા પૂરી પડતી સંસ્થા છે, જેમાં સીજીએચએસ કાર્ડ ધરાવનાર તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સીજીએચએસની તબીબી સેવાનો લાભ મળે છે.

(Release ID: 1643560)