ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

'એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ' યોજના પ્રવાસી શ્રમિકો માટે આશીર્વાદરૂપ યોજના છે, NFSA રાશનકાર્ડ ધારકોને દેશના કોઇપણ સ્થળેથી મળી રહ્યો છે અન્ન યોજનાનો લાભ


રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થાનુ થયું રાષ્ટ્રવ્યાપી સંકલન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભથી કોઇ લાભાર્થી નહીં રહે વંચિત

Posted On: 04 AUG 2020 3:22PM by PIB Ahmedabad

કોરોના સંકટને દૂર કરવાના ભારત સરકારના સક્રિય પ્રયાસોની સાથે-સાથે દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર આવેલ સંકટને દૂર કરવામાં પણ ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના કરોડો ગરીબ પરિવારોને બે ટંક પૂરતું ખાવાનું મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અમલમાં મૂકેલ અન્ન યોજના તેનું ઉદાહરણ છે. જેના લાભથી દેશના 80 કરોડથી વધુ લોકોને મફત અનાજનો લાભ મળી રહ્યો છે. માત્ર એટલું નહીં પરંતુ વિનામૂલ્યે અન્નના લાભથી કોઇ લાભાર્થી વંચિત રહી જાય તે માટે પણ ભારત સરકારે 'એક દેશ એક રાશનકાર્ડ' યોજનાને 1 જૂન, 2020થી અમલમાં મૂકી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાને અંગેની ઘોષણા કર્યા બાદ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થાનું રાષ્ટ્રવ્યાપી સંકલન કરીને યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. દેશના કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત મૂજબ એક દેશ એક રાશનકાર્ડ યોજના હેઠળ એક કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવ સહિત કુલ 23 જેટલા રાજ્યોના લાભાર્થીઓને જોડી દેવામાં આવ્યાં છે. રીતે 1 જૂન, 2020 સુધીમાં દેશના 83 ટકા લાભાર્થીઓ જોડાઇ ગયા છે. આવનાર માર્ચ 2021 સુધીમાં 100 ટકા લાભાર્થી યોજના સાથે જોડાઇ જશે. યોજનાના લીધે NFSA રાશનકાર્ડ ધારકોને દેશના કોઇપણ સ્થળેથી અન્ન યોજનાનો લાભ મળી રહયો છે. હાલમાં યોજનાને અમલમાં મૂકવાથી પ્રવાસી શ્રમિકોને તેનો ઘણો લાભ મળી રહ્યો છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરી ચૂકેલા શ્રમિકોને હાલમાં થઇ રહેલ અન્ન વિતરણમાં તેમનો લાભ તેઓ જે સ્થળે છે તે સ્થળે મેળવી રહ્યાં છે. જેનાથી તેઓ ઘણાં ખૂશ છે.

શ્રીમતી પૂજા જૈન

દેશના આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલી પ્રથમ સંધ પ્રદેશ છે કે, જ્યાં યોજનાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ખૂબજ સુચારુ રીતે અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને મફત અનાજ વિતરણનો લાભ આપવામાં આવી રહ્યો છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીના ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના ઇન્ચાર્જ સેક્રેટરી પૂજા જૈને અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવ એક ઔધોગિક ક્ષેત્ર છે. જેમાં પાંચ હજારથી પણ વધુ ઇન્ડસ્ટ્રીઝ છે, જેમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો કાર્ય કરે છે. ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ સંઘ પ્રદેશમાં પૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવી છે. જેનો સીધો લાભ અન્ય રાજ્યોમાંથી અહીં વસવાટ કરી રહેલાં કે પછી પ્રવાસી હોય તેવા શ્રમિકોને મળી રહ્યો છે. લોકો આધારસીડેટ NFSA રાશનકાર્ડનો ઉપયોગ કરીને દમણમાંથી પણ તેઓ તેમના મફત અનાજનો લાભ પ્રાપ્ત કરી રહ્યાં છે. જેનો એક બીજો ફાયદો પણ છે કે, અહીંથી તેઓ તેમનો લાભ પણ મેળવી શકે છે અને તેમના રાજ્ચનું તેમનુ રાશનકાર્ડ ચાલુ રહે છે. જે બંધ થતું નથી.

શ્રી સોહેબ સજ્જાદ અને શ્રીમતી અમનાખાતુન

બિહારના રહેવાસી સોહેબ સજ્જાદ અને તેમની માતા અમનાખાતુને અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે, ટીવી પર એક ન્યુઝ દ્વારા જાણવા મળ્યું કે, આપણા પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ એક યોજના શરુ કરી છે. જેના દ્વારા આપણે કોઇપણ રાજ્યમાં હોઇએ તો પણ આપણને આપણું રાશન મળી શકે. જે જાણ્યા બાદ અમે બિહારથી અમારું રાશનકાર્ડ અહીં દમણ મંગાવી લીધું અને દમણમાંથી અમને રાશનની દુકાનમાંથી મફતમાં અનાજ મળી ગયું છે. અને રીતે અમારા જેવા ઘણા ગરીબોને યોજનાનો લાભ મળી રહ્યો છે. અમારા ગરીબો માટે આવી સરસ યોજના શરુ કરવા માટે પ્રાધાનમંત્રી શ્રી અને ભારત સરકારનો ખુબ-ખુબ આભાર.

શ્રી ગુરુદયાલ

ઉત્તરપ્રદેશના ગુરુદયાલે અમારા પ્રતિનિધિને જણાવ્ચું કે, તેઓ ઘણા વર્ષોથી દમણમાં રહી કામધંધો કરે છે. ભારત સરકારે દેશમાં કોઇ પણ સ્થળેથી રાશન લઇ શકાય તેવી યોજના શરુ કરી જેનાથી મને અહીં દમણમાં મફત અનાજનો લાભ મળ્યો છે. દમણ પ્રશાસન દ્વારા ખૂબ સારી રીતે યોજના હેઠળ મફત અનાજ વિતરણની કામગીરી કરી છે. જે માટે હું દમણ પ્રશાસન અને ભારત સરકાર બંનેનો આભારી છું.

શ્રીમતી મુસ્તુરીબહેન

આવા એક લાભાર્થી મુસ્તુરીબહેને અમારા પ્રધિનિધિને જણાવ્યું કે, હું બિહારની વતની છું અને હવે પ્રધાનમંત્રી શ્રીએ શરુ કરેલ યોજનાથી મને દમણમાંથી બિહારના રાશનકાર્ડ પર મફત અનાજ મળી રહ્યું છે. જેનાથી હું બહુ ખુશ છું. અન્ન યોજના અને તેમા કોઇ પણ સ્થળેથી અનાજનો લાભ લઇ શકાય તેવી એક દેશ એક રાશનકાર્ડ યોજના શરુ કરવા માટે ભારત સરકારનો ખૂબ-ખૂબ આભાર.

રોજીરોટી રળવા માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અમુક સમય માટે સ્થળાંતર થયેલા કે કાયમી વસવાટ કરી રહેલાં લોકોને ઘણીવાર પોતાના રાજ્યના ગામનું રાશનકાર્ડ હોવાથી અન્ન યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી અનુભવાતી હતી કે પછી ક્યારેક લાભ જતો પણ કરવો પડતો હતો. પરંતુ એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ યોજનાનું અમલીકરણ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે. જેના થકી તેઓ દેશના કોઇ પણ સ્થળેથી સસ્તા અનાજની દુકાનમાંથી પોતાનો લાભ લઇ રહ્યાં છે. માટે આનંદ સાથે ચોજનાની ખૂબ-ખૂબ સરાહના પણ કરી રહ્યાં છે.

 

SD/BT

 



(Release ID: 1643295) Visitor Counter : 161