સંરક્ષણ મંત્રાલય

ગુજરાતમાં નૌસેના બેન્ડ દ્વારા સ્વાતંત્ર્ય દિવસ બેન્ડ કાર્યક્રમનું આયોજન

Posted On: 02 AUG 2020 12:45PM by PIB Ahmedabad

74મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે, નૌસેના બેન્ડ દ્વારા સમગ્ર દેશમાં બેન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનું પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવશે.

ભારતની સ્વતંત્રતાની ચળવળમાં મહત્વપૂર્ણ રહ્યાં હોય તેવા સ્થળોને આ બેન્ડ કાર્યક્રમોના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આ પ્રકારના પહેલા કાર્યક્રમનું આયોજન 1 ઑગસ્ટ 2020ના રોજ INS વાલસુરાના નૌસેના બેન્ડ દ્વારા ગુજરાતના પોરબંદર ખાતે આવેલા મહત્મા ગાંધીના નિવાસસ્થાન એટલે કે કિર્તી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. એક કલાકના કાર્યક્રમનું ડીડી ભારતી અને ડીડી ગિરનાર પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.



(Release ID: 1642997) Visitor Counter : 116