સંરક્ષણ મંત્રાલય

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. ના ગોડાઉન કેન્દ્રો ઉપર એક્સસર્વિસમેનની સીક્યુરીટી ગાર્ડ તરીકેની સેવાઓ લેવા બાબત

Posted On: 29 JUL 2020 8:59PM by PIB Ahmedabad

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ., ગાંધીનગરના તાબા હેઠળની નાગરિક પુરવઠાની જિલ્લા લેવલના અને તાલુકા કક્ષાના કૂલ ૨૩૫ ગોડાઉન કેન્દ્રો ઉપર ૨૪ કલાકની સેવાઓ માટે આઠ-આઠ કલાકની ત્રણ શીફ્ટમાં ૭૨૩ પૂર્વ સૈનિકોને સીક્યુરીટી ગાર્ડ તરીકે ૧૧ માસના કરારથી રૂ. ૨૦,૮૩૯/- નિયત મહેનતાણાથી ભરતી માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટના સંયુક્ત ઉપક્રમે ગાર્ડની પસંદગી પ્રક્રિયાના માટે તા. ૨૮/૦૭/૨૦૨૦ ના રોજ ૧૪.૩૦ વાગ્યે નિગમના એમ.ડી., શ્રી તુષાર એમ. ધોળકિયા, આઇ.એ.એસ. ની અધ્યક્ષતા હેઠળ તેમજ સરકારશ્રીના ગૃહ વિભાગના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ.ની વડી કચેરી (પુરવઠા ભવન, સેક્ટર-૧૦/એ, ‘ચ’ રોડ, નવા સચિવાલય પાસે, ગાંધીનગર) ખાતે ડ્રો નું આયોજન કરવામાં આવેલ હતું.  ભરતી થનાર પૂર્વ સૈનિકોને તેઓના વતનની નજીકના ગોડાઉન કેન્દ્રો પર નોકરી મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે. આ ભરતીની વિશેષતા એ છે કે નિગમ દ્વારા પૂર્વ સૈનિકોની સીધી ભરતી કરવામાં આવેલ છે અને મહેનતાણું પણ નિગમ દ્વારા સીધા જ પૂર્વ સૈનિકને ચુકવવામા આવશે.  ભારત દેશની સેવા કરી નિવૃત્ત થયેલા ગુજરાતના ૭૨૩ પૂર્વ સૈનિકોને પોતાના વતનમાં જ રોજગાર મળી રહેશે. નિમણુંક થયેલ પૂર્વ સૈનિકોને ટુંક સમયમાં પસંદગી પામેલ કેન્દ્રો પર હાજર થવાનું રહેશે.



(Release ID: 1642159) Visitor Counter : 216