રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલવેની 421 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 84 હજાર ટનથી વધુ અતિઆવશ્યક સામગ્રીનું પરિવહન

Posted On: 27 JUL 2020 5:31PM by PIB Ahmedabad

ફોટો કેપ્શનઃ પહેલી તસ્વીરમાં રાજકોટ સ્ટેશન ખાતે ઓખા-ગુવાહાટી પાર્સલ વિશેષ ટ્રેનમાં પાર્સલોનું લોડિંગ કર્યુ છે. જ્યારે બીજી તસ્વીરમાં અમદાવાદ સ્ટેશન ખાતે પાર્સલ વિશેષ ટ્રેનમાં પાર્સલોનું લોડિંગનું દ્રશ્ય

      પશ્ચિમ રેલવેએ રાષ્ટ્ર પ્રત્યે પોતાની સંપૂર્ણ પ્રતિબધ્ધતા સાથે, મોટા આશયથી આ સુનિશ્ચિત કરવાનું કાર્યરત રાખ્યું છે કે કોરાના મહામારીના આ કઠિન સમય દરમિયાન, દેશ ભરમાં જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી રહેવાય. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે દૂધ, દવાઓ, ખાદ્યસામગ્રી અને મેડિકલ સાધનો સાથે જરૂરી વસ્તુઓનું નિરંતર આપૂર્તિ કરીને રાષ્ટને યોગદાન આપવામાં હંમેશા અગ્રણી રહી છે. પશ્ચિમ રેલવેએ દેશના વિવિધ વિસ્તારોમાં લોકડાઉન સમય દરમિયાન વિવિધ સમયબધ્ધ પાર્સલ વિશેષ રેલગાડીઓ દોડાવવાનો સિલસિલો સતત ચાલુ રાખ્યો છે. તેમાંથી ચાર પાર્સલ સ્પેશિયલ ટ્રેનો 26 જુલાઇ, 2020ને બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તવી અને ઓખા-ગુવાહટી સ્પેશિયલ ટ્રેનો સહિત પશ્ચિમ રેલવેથી રવાના થઇ, જેમ કે પશ્ચિમ રેલવે દ્વારા એક વિશેષ ઇંડેટેડ રેક નું પરિચાલન કરમ્બેલી થી ન્યુ ગુવાહાટી ગુડ્સ શેડ હેતુ કરવામાં આવ્યું. એજ એક દૂધ વિશેષ ટ્રેન પાલનપુર થી હિંદ ટર્મિનલ માટે દોડાવવામાં આવી.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી ક પ્રેસવિજ્ઞપ્તિ અનુસાર, 23 માર્ચ, 2020 થી 25 જુલાઈ, 2020 સુધી લગભગ 84 હજાર ટન વજન વાળી અતિઆવશ્યક સામગ્રીનું પરિવહન પશ્ચિમ રેલવે દ્વારા તેની 421 પાર્સલ વિશેષ ગાડીઓના માધ્યમથી કરવામાં આવ્યું. જેમાં કૃષિ ઉત્પાદન, દવાઓ, માછલી, દૂધ વગેરે મુખ્ય રુપથી સામેલ છે. આ પરિવહનના માધ્યમથી થનારી આવક 26.21 કરોડ રૂપિયા છે. આ સમય દરમિયાન 63 મિલ્ક સ્પેશિયલ ગાડીઓને પશ્ચિમ રેલવે દ્વારા દોડાવવામાં આવી.  જેમાં 47,600 ટન થી વધુ ભાર હતો અને વેગનોના 100% ઉપયોગથી લગભગ 8.20 કરોડ રૂપિયાનું મહેનતાણું પ્રાપ્ત થયું. આ જ પ્રકારે 30 હજાર ટનથી વધુ ભાર વાળી 344 કોવિદ-19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ વિવિધ આવશ્યક વસ્તુઓના પરિવહન માટે દોડાવવામાં આવી. જેના દ્વારા અર્જિત મહેનતાણું 15.23 કરોડ રૂપિયાથી વધુ રહ્યું. એના સિવાય 6099 ટન ભાર વાળા 14 ઇંડેંટેડ રેક પણ લગભગ 100% ઉપયોગ સાથે દોડાવવામાં આવ્યા. જેનાથી 3.09 કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત થઇ

 

22 માર્ચ થી 25 જુલાઇ, 2020 સુધી લોકડાઉનના સમયગાળા દરમિયાન, માલગાડિઓના કુલ 10.208 રેકોનો ઉપયોગ પશ્ચિમ રેલવે દ્વારા 20.79 મિલિયન ટન આવશ્યક વસ્તુઓની જરૂયાત માટે કરવામાં આવ્યા છે. 19,962 માલવાહક ટ્રેનોને અન્ય ક્ષેત્રિય રેલો સાથે કનેક્ન કરવામાં આવ્યા. જેમાં 9982 ટ્રેનોને સોંપી દેવામાં આવ્યા અને 9980 ટ્રેનોને અલગ અલગ ઇંટરચેન્જ પોઇન્ટો પર લઇ જવામાં આવ્યા.


(Release ID: 1641534) Visitor Counter : 143