સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા ગુજરાત રાજ્યના 10 શહેરોમાં બુકિંગ કરાવેલા પાર્સલની 24 કલાકની અંદર ડિલિવરી માટે ઓવરનાઈટ પાર્સલ સેવા

Posted On: 25 JUL 2020 6:30PM by PIB Ahmedabad

ગુજરાત પોસ્ટલ સર્કલ ગુજરાત રાજ્યના 10 શહેરો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, હિંમતનગર, ભુજ, ભાવનગર, વડોદરા અને સુરતમાં કટ ઑફ ટાઈમ 16:00 કલાક સુધી બુકિંગ કરાવેલા પાર્સલની 24 કલાકની અંદર (રવિવાર અને જાહેર  રજાઓ સિવાય) ડિલિવરી માટે ઓવરનાઈટ પાર્સલ સેવા શરુ કરી રહ્યું છે.

આ સેવા નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કે જેઓ કુરીયર અને નાના લોજિસ્ટિક્સ કંપનીઓના સંચાલન ન કરવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમને ખૂબ મદદ કરશે. આ સેવા ખૂબ જ અસરકારક છે કે જે એમ.એસ.એમ.ઇ એકમોને લોજિસ્ટિક્સ અને પરિવહનના ઓછામાં ઓછા ખર્ચ સાથે તેમનો વ્યવસાય ચલાવવામાં મદદ કરશે.

ઉપરોક્ત જણાવેલ શહેરોના ફક્ત મ્યુનિસિપલ/નગરપાલિકા અધિકારક્ષેત્રમાં પાર્સલ મોકલવા માટે, ઉપરોક્ત નવ શહેરોની મુખ્ય પોસ્ટ ઓફિસો અને અમદાવાદ શહેર માટે સ્પીડ પોસ્ટ ભવન સબ પોસ્ટ ઓફિસ, ખાતે પાર્સલ બુક કરાવી શકે છે.

પાર્સલ બુકિંગ માટે વજનની મર્યાદા 4 કિલોગ્રામ પ્રતિ પાર્સલ છે અને આ સેવા અંતર્ગત સામાન્ય પાર્સલનો દર લાગુ પડશે.

કોઈપણ વધારાની માહિતી અથવા પ્રશ્ન માટે, શ્રી એમ ડી દાનાણીનો ફોન નંબર: 079-25505386 અને dymanagerbd[at]gmail[dot]com પર સંપર્ક કરવો.

આ સેવા 27 જુલાઈ, 2020 થી ગ્રાહકો માટે શરુ કરવામાં આવશે.

 



(Release ID: 1641234) Visitor Counter : 115