રેલવે મંત્રાલય

લોકડાઉન દરમિયાન સૌથી મુશ્કેલ પડકારો હોવા છતાં, પશ્ચિમ રેલવે દ્વારા ગુડઝ ટ્રાફિકથી 2482 કરોડ આવક મેળવી

Posted On: 21 JUL 2020 4:38PM by PIB Ahmedabad

22 માર્ચ, 2020થી લાગુ થયેલ સંપૂર્ણ લોકડાઉન અને વર્તમાન આંશિક લોકડાઉન દરમિયાન મુશ્કેલ પડકારો અને માનવશક્તિની અછત હોવા છતાં, પશ્ચિમ રેલવે તેની ગુડઝ ટ્રેનો દ્વારા દેશભરમાં જરૂરી અતિઆવશ્યક સામગ્રીનું પરિવહન સુનિશ્ચિત કરી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા 22 માર્ચ, 2020થી 19 જુલાઈ, 2020 સુધીના ગુડ્ઝ ટ્રેનોના 9624 રેક લોડ કરીને ખૂબજ પ્રશંસનીય કાર્ય કર્યું છે, જેના દ્વારા 2482 કરોડ રૂપિયાથી વધુની નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે.આમાં પીઓએલના 1044, ખાતરોના 1573, મીઠાના 527, અનાજનો 98, સિમેન્ટના 720, કોલસાના 385, કન્ટેનરના 4617 અને સામાન્ય માલના 46 રેકો સહિત કુલ 19.51 મિલિયન ટન ભાર વાળી વિવિધ ગુડઝ ટ્રેનોને ઉત્તર પૂર્વીય પ્રદેશો સહિત વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી સિવાય, મિલેનિયમ પાર્સલ વાન અને દૂધની ટાંકી વેગન્સના વિવિધ રેક, દવાઓ, તબીબી કીટ, સ્થિર ખોરાક, દૂધની પાવડર અને પ્રવાહી દૂધ  જેવી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓની માંગ મુજબ સપ્લાય કરવા ઉત્તર અને ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં મોકલવામાં આવી હતી.કુલ 18,871 ગુડ્ઝ ટ્રેનોને અન્ય ઝોનલ ટ્રેનો સાથે બદલી કરવામાં આવી હતી, જેમાંથી 9427 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 9444 ટ્રેનોને પશ્ચિમ રેલવેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ તરફ લઇ જવામાં આવી હતી સમયગાળા દરમિયાન જમ્બોનું 1255 રેક, BOXNની 658 રેક અને BTPNની 539 રેકો સહિતના વિવિધ મહત્વપૂર્ણ આવક રેકોનું અનલોડિંગ પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો પર મજૂરોની અછત હોવા છતાં, સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, 23 માર્ચ, 2020 થી 19 જુલાઈ, 2020 સુધીમાં, આશરે 80 હજાર ટન વજનની આવશ્યક સામગ્રીનું પરિવહન પશ્ચિમ રેલવે દ્વારા તેની 409 પાર્સલની વિશેષ ટ્રેનો દ્વારા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે શામેલ છે. પરિવહન દ્વારા થતી આવકની રકમ 25.26 કરોડ રૂપિયા રહી હતી સમયગાળા દરમિયાન 60 દૂધ વિશેષ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી હતી, જેમાં 45 હજાર ટનથી વધુનો ભાર હતો અને વેગનના 100% ઉપયોગથી આશરે રૂ .7.80 કરોડની આવક પ્રાપ્ત થઇઆવી રીતે, 297 હજાર ટનથી વધુ વજન ધરાવતી 337 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, આવકની રકમ રૂ.14.88 કરોડથી વધુ રહી. સિવાય, 4355 ટન વજનવાળા 12 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી 2.58 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છેપશ્ચિમ રેલવે દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સમય બદ્ધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનું સતત ચાલુ રાખવામાં આવ્યું છેઆમાંથી ત્રણ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલવેથી 20 જુલાઈ 2020ના રોજ રવાના થઈ હતી, જેમાંથી પ્રથમ બાંદ્રા ટર્મિનસથી જમ્મુ તાવી, બીજી પોરબંદરથી શાલીમાર અને ત્રીજી ખાસ દૂધ રેક પાલનપુરથી હિન્દ ટર્મિનલ માટે રવાના  થઇ હતી દરમિયાન, એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, 21 જુલાઈ 2020ના રોજ ઉપડતી ટ્રેન નંબર 00931 દેવાસ-લખનઉ પાર્સલ સ્પેશિયલ ટ્રેન અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવી છે.

લોકડાઉનને કારણે નુકસાન અને રિફંડ ચૂકવણી

કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલવે પર કુલ આવકનું નુકસાન 1797 કરોડ રૂપિયાથી વધુનું રહયું છે, જેમાં પરા વિસ્તાર માટે 265 કરોડ અને બિન-પરા વિસ્તાર માટે 1532 કરોડ રૂપિયા નું નુકસાન  શામેલ છે. હોવા છતાં, 1 માર્ચ, 2020 થી 19 જુલાઈ, 2020 સુધી ટિકિટ રદ કરવાના પરિણામ સ્વરૂપ પશ્ચિમ રેલવેએ 398.79 કરોડ રૂપિયાના રિફંડની ખાતરી આપી છે.નોંધનીય છે કે રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 190.64 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે.અત્યાર સુધીમાં, 61.27 લાખ મુસાફરોએ સમગ્ર પશ્ચિમ રેલવે પર તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમની રીફંડની રકમ પ્રાપ્ત થઈ છે.


(Release ID: 1640223) Visitor Counter : 158