રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલવેની 9242 માલગાડીઓ દ્વારા 18.87 મિલિયન ટન માલનું પરિવહન
Posted On:
17 JUL 2020 1:56PM by PIB Ahmedabad
22 માર્ચ, 2020થી જાહેર કરાયેલા લોકડાઉન અને હાલમાં આંશિક લોકડાઉન દરમિયાન મુશ્કેલ પડકારો હોવા છતાં વેસ્ટર્ન રેલ્વેએ 15 જુલાઇ, 2020 સુધીમાં પીઓએલની 1011, ખાતરો 1488, મીઠા 509 ખાધ વસ્તુઓના 95, સિમેન્ટના 675, કોલસાના 370, કન્ટેનરોના 4468, જનરલ ગુડ્સ ના 43 રેકો સહિતના માલ ગાડીઓના 9242 રેક લોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ સિવાય, મિલેનિયમ પાર્સલ વાન અને દૂધ ના વેગનના 398 રેકસને દવાઓ, તબીબી કીટ, ખોરાક, દૂધની પાવડર અને પ્રવાહી દૂધ જેવી આવશ્યક સામગ્રીની સપ્લાય માટે ઉત્તર અને ઉત્તર-પૂર્વી પ્રદેશોમાં મોકલવામાં આવ્યા હતા. કુલ 18,118 માલગાડીઓ ને અન્ય ઝોનલ રેલ્વે સાથે જોડવામાં આવી હતી, જેમાં 9050 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 9068 ટ્રેનોને પશ્ચિમ રેલ્વેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઈ જવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનો પર મજૂરોની અછત હોવા છતાં, જમ્બોના 1208 રેક, BOXN ના 638 રેક અને BTPN ના 524 રેક સહિતના આવનારા રેકનું અનલોડિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલ્વે દ્વારા 77 હજાર ટનથી વધુ વજનનો માલ પરિવહન પશ્ચિમ રેલવેની 401 પાર્સલ દ્વારા વિશેષ ટ્રેનો દ્વારા પરિવહન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, દવાઓ, માછલી, દૂધ વગેરે શામેલ છે. આ પરિવહન દ્વારા થતી આવક આશરે 24.35 કરોડ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે દ્વારા 57 દૂધ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં લગભગ 43 હજાર ટન જેટલું ભારણ હતું અને વેગનનો 100% ઉપયોગ, જેની આવક લગભગ 7.53 કરોડ રૂપિયા હતી. તેવી જ રીતે, વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 28,700 હજાર ટનથી વધુ વજન ધરાવતી 333 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ ચલાવવામાં આવી હતી, જેની આવક રૂ .14.66 કરોડથી વધી ગઈ છે. આ સિવાય, 4355 ટન વજનવાળા 10 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી રૂ. 2.16 કરોડથી વધુની આવક થઈ છે. પશ્ચિમ રેલ્વેએ દેશના વિવિધ ભાગો માટે સમયના નિયમિત પાર્સલ વિશેષ ટ્રેનો ચલાવવાની ચાલુ રાખી છે. આ જ ક્રમમાં, 16 જુલાઈ, 2020 ના રોજ, બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનોથી બાન્દ્રા ટર્મિનસ – જમ્મુ તાવી સ્પેશિયલ ટ્રેનો શામેલ છે. પાલનપુરથી હિંદ ટર્મિનલ માટે દૂધની વિશેષ રેક રવાના થઈ હતી. એક મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર ટ્રેન નમ્બર 00949 ઓખા ગુવાહાટી પાર્સલ ટ્રેન અસમમાં ચાંગસરીમાં શોર્ટ ટર્મિનેટ થશે. અને વાપસીમાં આ ટ્રેન 19 જુલાઈ 2020 સુધી ગુવાહાટીમાં પ્રતિબંધ વધારવાના કારણે હાલના સમય અનુસાર ચાંગસરીથી યાત્રા શરુ કરશે.
(Release ID: 1639287)
Visitor Counter : 106