રેલવે મંત્રાલય

કોરોના મહામારીને કારણે ટિકિટો રદ થવાને પરિણામે પશ્ચિમ રેલવે દ્વારા 392 કરોડ રૂ. ના રિફંડની ચૂકવણી

Posted On: 13 JUL 2020 9:31PM by PIB Ahmedabad

ફોટો કેપ્શનઃ પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ખાતે સ્થિત કમ્પ્યૂટરીકૃત યાત્રી આરક્ષણ કેન્દ્ર બુકિંગ અને રિફંડ કાઉન્ટરોનું દ્રશ્ય

        કોરોના વાયરસ મહામારીના કારણે, ભારત સહિત પુરી દુનિયાના તમામ દેશ બહુ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. આ ઘાતક વાયરસને ફેલાવાને નિયંત્રીત કરવા માટે 22 માર્ચ 2020 થી તમામ યાત્રી ટ્રેનોની અવરજવર બંદ કરી દેવામાં આવી અને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. ત્યારપછી પ્રવાસી મજદુરો અને તેમના પરિવારોને તેમના નિવાસ સ્થાન સુધી પહોચાડવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની અવરજવર શરૂ કરવામાં આવી. આ ક્રમમાં યાત્રિઓની સુવિધા માટે, ભારતીય રેલવેએ 12 મે, 2020 થી 15 જોડી રાજધાની ટાઇપ વિશેષ ટ્રેનો સાથે ચરણબધ્ધ તરીકે યાત્રી સેવાઓને દોડાવવાનો નિર્ણય લીધો અને 1 જૂન, 2020 થી 100 જોડી વિશેષ ટ્રેન રેલગાડીઓ દોડાવવામાં આવી. અન્ય તમામ  નિયમિત ટ્રેનોને રદ્દ કરવામાં આવી. નિયમિત ટ્રેનો માટે આઈઆરસીસીટી વેબસાઈટના માધ્યમથી  બુક કરેલ ટ્રેન ટિકિટોને ઓનલાઇન રદ્દ કરી તદ્ઉપરાંત રિફંડ આપી દેવામાં આવ્યુ. જેમકે પીઆરએસ કાઉન્ટરોના માધ્યમથી પોતાની ટિકિટ બુક કરાવવા વાળા યાત્રિઓ માટે રિફંડ પરત હેતુ કેટલાક પ્રમુખ સ્ટેશનો પર 27 મે, 2020 થી નિશ્ચિત કરેલ કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે યાત્રી પોતાની યાત્રાની તારીખ થી 180 દિવસોની અંદર રિફંડનો લાભ લઇ શકે છે. યાત્રિઓને કોઇપણ જાતના રદ્દી કરણ શૂલ્કથી ટિકિટની પુરી રકમ  પરત આપવામાં આવી રહી છે. સાથે જ રિફંડ માટે 180 દિવસની વિશેષ છૂટ આપવામાં આવી રહી છે. જેથી યાત્રી રદ્દ કરવામાં આવેલ ટ્રેનોની ટિકિટોનું રિફંડ માટે જલ્દબાજી ના કરે અને હાલના પરિદ્રશ્ય પર વિચાર કરતાં સામાજીત ડિસ્ટન્સના માનદંડો અને સ્વાસ્થ્ય પ્રોટોકોલનું બખૂબી પાલન કરીને ભીડભાડ અને સંક્રમણથી બચી રહ્યા છે.

        પશ્ચિમ રેલવે દ્વારા જારી એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલવે પર આવકનો કુલ નુકશાન 1689.30 કરોડ રૂપિયા રહ્યો છે, જેમાં ઉપનગરીય ખંડ માટે 247.61 કરોડ રૂપિયા અને બિન-ઉપનગરીય માટે લગભગ 1441.69 કરોડ રૂપિયાનું નુકશાન સામેલ છે. આ નુક્શાન સિવાય યાત્રિઓને પૂરું રિફંડ આપવામાં આવી રહ્યું છે, જેનાથી તેમની કઠિનાઈઓને આછી કરી શકાય. 1 માર્ચ, 2020 થી 11 જુલાઈ, 2020 સુધી ટિકિટોને રદ્દીકરણને કારણે, પશ્ચિમ રેલવેએ 391.65 કરોડ રૂ. ની રિફંડ રકમ આપવાની સુનિશ્ચિત કરવામાં આવી છે. ગૌરતલબ છે કે  આ રિફંડ રકમમાં, એકલા મુંબઈ ડિવિઝનને 186.70 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ સુનિશ્ચિત કર્યુ છે. હવે સુધી, 60.14 લાખ યાત્રિઓએ પુરી પશ્ચિમ રેલવે પર તેમની ટિકિટ રદ્દ કરી દીધી છે અને તદ્ઉપરાંત તેમની રિફંડ રકમ પ્રાપ્ત કરી છે.

પશ્ચિમ રેલવેની પાર્સલ અને માલવાહક ટ્રેનો દ્વારા અત્યાવશ્યક સામગ્રીનુ પરિવહન

કોરોના મહામારીની પ્રતિકૂળ પ્રભાવ સાથે, 23 માર્ચ થી 11 જૂલાઈ, 2020 સુધી, પશ્ચિમ રેલવે દ્વારા તેમની 392 પાર્સલ વિશેષ ગાડીઓના માધ્યમથી 74,500 ટન થી વધુ વજન વાળી વસ્તુઓનું પરિવહન કરવામાં આવ્યું છે. જેમાં કૃષિ ઉપજ, દવાઓ, મછલી, દૂધ વગેરે મુખ્ય રુપ થી સામેલ છે. આ પરિવહનના માધ્યમથી, લગભગ 23.68 કરોડ રૂપિયાની આવક થઇ છે. આ સમય દરમિયાન, પશ્ચિમ રેલવે દ્વારા 56 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો દોડાવાઇ, જેમાં 42 હજાર ટન થી વધુ ભાર હતો અને વૈગનોના 100 ટકા ઉપયોગથી  લગભગ 7.26 કરોડ રૂપિયાનું રાજસ્વ પ્રાપ્ત થયું. આ પ્રકાર, 326 કોવિદ-19 વિશેષ પાર્સલ ગાડીઓ લગભગ 28 હજાર ટન વજન સાથે વિવિધ આવશ્યક વસ્તુઓના પરિવહન માટે દોડાવવામાં આવી, જેના માધ્યમથી અર્જિત રાજસ્વ 14.26 કરોડ રૂપિયા રહી. તેના સિવાય, 4355 ટન વજન વાળી 10 ઇંડેંટેડ રેક પણ લગભગ 100 ટકા ઉપયોગ સાથે દોડાવવામાં આવ્યા, જેનાથી 2.16 કરોડ રૂપિયા થી વધારેનું રાજસ્વ પ્રાપ્ત થયું. 22 માર્ચ થી 11 જુલાઈ, 2020 સુધી લોકડાઉન સમય દરમિયાન, 18.24 મિલિયન ટન જરૂરીવસ્તુઓની આપૂર્તી માટે પશ્ચિમ રેલવે દ્વારા માલગાડીઓને કુલ 8863 રેકોનો ઉપયોગ કરવામાં આવ્યો. 17,411 માલગાડીઓને અન્ય ઝોનલ રેલો સાથે ઇંટરચેંજ કરવામાં આવ્યા, જેમાં 8704 ટ્રેનોને સોંપી દેવામાં આવ્યા અને 8707 ટ્રેનોને અલગ-અલગ ઇંટરચેંજ પોઇન્ટો પર લઇ જવામાં આવ્યા. પાર્સલ વૈન/રેલવે મિલ્ક ટેન્કર (આરએમટી)ના 394 મિલેનિયમ પાર્સલ રેક દેશના વિવિધ ભાગોમાં દૂધ પાવડર તરલ દૂધ અને અન્ય સામાન્ય ઉપભોગતા વસ્તુઓ જેવી આવશ્યક સામગ્રીની માંગ અનુસાર આપૂર્તિ કરવા માટે મોકલવામાં આવી. 12 જૂલાઈ, 2020 ના રોજ પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો થી દૂધના એક રેક સહિત ત્રણ પાર્સલ ટ્રેનો રવાના થઇ, જેમાં ઓખા થી ચાંગસારી, અને બાંદ્રા ટર્મિનસ થી લુધિયાના પાર્સલ ટ્રેનો સામેલ છે. દૂધની એક વિશેષ ટ્રેન પાલનપુર થી હિંદ ટર્મિનલ માટે રવાના થઈ. ગૌરતલબ છે કે 15 જુલાઈ, 2020 થી, બે મિલ્ક ટેન્કર આણંદ થી ટ્રેન નંબર 00913 પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેનમાં જૂલાઇ 2020  દરમિયાન પ્રત્યેક બુધવાર અને શુક્રવારને જોડવાનો નિર્ણય  લેવામાં આવ્યો છે. તેના સિવાય આ ટ્રેનમાં બે વધારાના પાર્સલ યાન (વીપીયૂ) 13 જુલાઈ, 2020 થી હવે પછીની સૂચના સુધી જોડવામાં આવશે. ગુવાહાટીમાં લોકડાઉન પ્રતિબંધ 15 જુલાઈ, 2020 સુધી વધારવામાં આવેલ હોવાથી 15 જુલાઈ, 2020 નારોજ ઓખા સ્ટેશન થી ઉપડનારી ટ્રેન નંબર 00949 ઓખા-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ચાંગસારી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થઇ જશે.  એટલે પરતમાં પણ આ ટ્રેન ગુવાહાટીની જગ્યાએ મૌજૂદા સમય સારણી અનુસાર ચાંગસારી થી પ્રસ્તાન કરશે.



(Release ID: 1638421) Visitor Counter : 85