રેલવે મંત્રાલય
અમદાવાદ મંડળના પ્રમુખ સ્ટેશનો પર હેન્ડ સેનિટાઈજર મશીનો ઉપલબ્ધ
Posted On:
25 JUN 2020 5:45PM by PIB Ahmedabad
વર્તમાન માં કોરોના સંક્રમણ ના ખતરા ને દેખતા પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ ના ભુજ, ગાંધીધામ, મહેસાણા, પાલનપુર, વિરમગામ, સાબરમતી તથા અમદાવાદ સ્ટેશનો પર યાત્રીઓ ની સુવિધા માટે હેન્ડ સેનિટાઈજર મશીનો લગાવવામાં આવ્યા છે.જ્યાં યાત્રીઓ પોતાની યાત્રા સમયે સુરક્ષિત રૂપ થી હેન્ડ સેનિટાઈજ કરી શકે છે.મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ જણાવ્યુ કે યાત્રીઓ ની સુરક્ષિત યાત્રા અમારી પહેલી પ્રાથમિકતા છે આના માટે વર્તમાન માં સંકટ સમયે સાવચેતી માટે દરેક પગલાં ઉઠાવવા માં આવી રહ્યા છે.રેલ્વે સ્ટાફ માટે સ્ટેશનો તથા મંડળ કાર્યાલયો માં હેન્ડ સેનિટાઈજર મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે.
અમદાવાદ સ્ટેશન થી વર્તમાન માં યાત્રીઓ માટે દસ જોડી ટ્રેનો સંચાલિત કરવામાં આવી રહી છે.આના માટે અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓ ની સુરક્ષા જાંચ, લગેજ સેનિટાઈજર, શૂ સેનિટાઈજર મેટ તથા હેન્ડ સેનિટાઈજર મશીનો લગાવવામાં આવી છે.આના સિવાય અમદાવાદ રેલ્વે સ્ટેશન પર યાત્રીઓ ની સુવિધા માટે ફેસ માસ્ક, સેનિટાઈજર માટે ઓટોમેટિક વેંડિંગ મશીન પણ લગાવવામાં આવી છે જ્યાં થી યાત્રી પોતાની સુવિધા અનુસાર ખરીદી કરી સકે છે.
(Release ID: 1634285)
Visitor Counter : 151