PIB Headquarters

ગાંધીધામ અને ભુજના કોચિંગ ડેપોને મળ્યું પ્રતિષ્ઠિત આઈ એસ ઓ પ્રમાણપત્ર

Posted On: 22 JUN 2020 5:59PM by PIB Ahmedabad

       પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ ના ગાંધીધામ અને ભુજ ના કોચિંગ ડેપો ને "ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ" માટે આઈ એસ પ્રમાણપત્ર મળ્યું.અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા  જણાવ્યું કે કોરોના મહામારી ની કપરી  પરિસ્થિતિ માં પણ ભારતીય રેલવે દ્વારા યાત્રીઓ ની સુવિધા માટે  ટ્રેન  નું સંચાલન સુરક્ષિત રીતે કરવામાં આવી રહ્યું છે, સ્ટેશનો થી પ્રારંભ થનારી બધી ટ્રેનો નું મેન્ટેનન્સ, સાફસફાઈ તથા લિનન ની ઉપલબ્ધતા રેલવે દ્વારા કરવામાં આવી રહી છે કોચિંગ ડેપો માં થનાર કાર્યો અને યાત્રીઓની સુવિધાઓ માં સુધાર લાવવા માટે એકીકૃત પ્રબંધન પ્રણાલી ને શરૂ કરવામાં આવી છે, પ્રણાલી ના અંતર્ગત દરેક બેસિક વ્યવસ્થાઓ અને પ્રોસેસ ને એક સાથે જોડીને ઉત્પાદકતા ને વધારવા માં આવે છે આનાથી કાર્ય ની ગુણવત્તા અને સુધાર,કર્મચારીઓ ની સુરક્ષા અને પર્યાવરણ નું સંરક્ષણ કરીને હજુ આસન બનાવાઈ રહી છે. ડેપો ના પ્રબંધન માટે આઈ એસ 9001:2015, ઇનવાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ના માટે આઈ એસ 14001:2015 તથા હેલ્પ અને સેફટી સિસ્ટમ માટે આઈ એસ 45001:2018 પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

       વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જીનીયર શ્રી અભિષેક કુમાર સિંહે ડેપો કર્મચારીઓ ના કાર્ય ની ગુણવત્તા પર્યાવરણ નું સંરક્ષણ તથા કર્મચારીઓ ના હેલ્થ અને સેફટી પર વિશેષ ધ્યાન આપવામાં માટે મળેલ પ્રતિષ્ઠિત પ્રમાણપત્રો પર પ્રસન્નતા વક્ત કરતા જણાવ્યું કે મંડળ ના દરેક કોચિંગ ડેપો પર દરેક ક્ષેત્રો માં નિરંતર સુધાર કરવામાં આવી રહ્યાં છે. પુરસ્કાર કર્મચારીઓ ની લગન અને મહેનત નું પરિણામ છે.



(Release ID: 1633366) Visitor Counter : 126