PIB Headquarters
રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન
Posted On:
19 JUN 2020 5:12PM by PIB Ahmedabad
ભારતીય રેલ્વે પર 100% વીજળીકરણની ભારત સરકારની નીતિને અનુલક્ષીને, પ્રયાગરાજમાં રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન માટે સેન્ટ્રલ ઇલેક્ટ્રિફિકેશન ઓર્ગેનાઇઝેશન હેઠળના અમદાવાદ એકમના રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન ડિપાર્ટમેન્ટને ફ્રેટ ટ્રાફિક શરૂ કરવા અને ખોલવાનો અનોખો ગૌરવ પ્રાપ્ત છે. 25 KV AC ઇલેક્ટ્રિક ટ્રેક્શનની સાથે હાઈ રાઈઝ OHE સહિત 7.57 મીટર ની સંપર્ક ઊંચાઈ છે. જે ભારતીય રેલ્વેમાં તેની જાતનો પ્રથમ રેકોર્ડ છે. આ પ્રશંસનીય સિદ્ધિ રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન, અમદાવાદ યુનિટની ગતિશીલ નેતૃત્વ હેઠળ અને રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ અમદાવાદના મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી શ્યામ સુંદર મંગલના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત થઈ છે. રેલ્વે સિક્યુરિટી, પશ્ચિમ સર્કલના શ્રી આર. કે. શર્મા દ્વારા ફરજિયાત અને સઘન સલામતી નિરીક્ષણ પછી, ફ્રેટ ટ્રાફિક માટેનો હાઇ રાઇઝ OHE માર્ગ ખોલવામાં આવ્યો હતો અને નિરીક્ષણ દરમિયાન માનવ અને સિસ્ટમ સલામતી અંગેના તેમના મૂલ્યવાન તકનીકી સૂચનોનું પણ પાલન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, વિશ્વમાં પ્રથમ વખત, પાલનપુર અને બોટાદ વચ્ચે વિદ્યુત ટ્રેક્શન સાથે (DSC) ડબલ સ્ટેક કન્ટેનરના ટ્રેક્શન સફળતાપૂર્વક ચાલુ કરવામાં આવ્યા જેમાં 270.0 માર્ગ કિલોમીટર શામેલ છે.હાઈ રાઇઝ OHE સાથે વિદ્યુતકરણ અને ત્યારબાદ ઇલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા ડબલ સ્ટેક કન્ટેનરનું સ્થળાંતર ભારતીય રેલ્વેમાં એક નવીનતમ ગ્રીન ઇન્ડિયાની પહેલ તરીકે સેવા આપતા ગ્રીન ઇન્ડિયાના મહત્વાકાંક્ષી મિશનને ગતિ આપશે. રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન વહેલા સમાપ્ત કરવાનો લાભ પર્યાવરણીય અને નાણાકીય દૃષ્ટિકોણથી ઘણા ગણા વધારે ફાયદાઓ છે.આ ડીઝલ એન્જિન પરની પરાધીનતા ઘટાડીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડશે અને દર વર્ષે આશરે 100 કરોડ રૂપિયાની બચતની અપેક્ષા છે, બળતણની આયાતને કારણે નાણાકીય ભારણ ઘટાડશે.
ઇલેક્ટ્રિક ટ્રેક્શન સહિત ડબલ સ્ટેક કન્ટેનરનું પ્રથમ ઓપરેશનલ રન પાલનપુર થી બોટાદ સુધી 10 જૂન, 2020 ના રોજ મહેસાણા, વિરમગામ અને સુરેન્દ્રનગરમાં સફળતાપૂર્વક રજૂ થયું હતું.રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન માટે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ના શ્રી વાય. પી. સિંઘ જનરલ મેનેજરે નવા હાઈ રાઇઝ OHE ના કઠિન પડકારો હોવા છતાં આ ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ પ્રશંસા વ્યક્ત કરી છે અને તકનીકી અને બિન-તકનીકી બંને થી સંબંધિત રેલ્વે અધિકારીઓ થી મળીને રેલવે ઇલેક્ટ્રિફિકેશન, અમદાવાદ યુનિટની આખી ટીમને અભિનંદન પાઠવ્યા છે.ઉપરાંત, પ્રયાગરાજ ખાતે મધ્ય રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન સંસ્થાના મુખ્ય વહીવટી અધિકારી; શ્રી આલોક ગુપ્તાએ પણ આ સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પ્રચંડ પ્રયાસો અને પ્રશંસાત્મક કામગીરીની પ્રશંસા કરી છે.
અગાઉ, પરંપરાગત OHE ને 560 મીટર ના સંપર્ક તાર ઊંચાઈ સાથે ઇલેક્ટ્રિક ટ્રેક્શન હોલિંગ માટે બનાવવામાં આવી હતી અને આ ભારતીય રેલ્વેની હાલની માંગને પહોંચી વળે છે.ત્યારબાદ, ભારતીય રેલવે ફ્રેટ ટ્રાફિકને મહત્તમ બનાવવા સાથે વર્તમાન ટ્રેક ક્ષમતા સાથે કાર્બન ઉત્સર્જનને ઓછામાં ઓછું રાખવા માટે દેખરેખ રાખે છે, માલ ગાડીઓને એક જ લાઈનમાં ક્ષમતા સાથે ડબલ સ્ટેક કન્ટેનર સાથે ચલાવવી અને ફ્રેટ ક્ષમતામાં વૃદ્ધિ કરવી ફરજિયાત જેથી 7.57 મીટર સંપર્ક વાયરની ઊંચાઈ સહિત હાઇ રાઇઝ OHE અપનાવવાની આવશ્યકતા હતી.
હાઈ રાઇઝ OHE સાથે ઇલેક્ટ્રિફિકેશનમાં હાલના ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ સાથેના ઓપરેશનલ મુદ્દાના સંબંધમાં તકનીકી સમસ્યાઓનો ખાસ ભાગ હતો અને પરંપરાગત OHE માટે લાઈન સંરચનાઓ પર પણ વાતચીત કરવામાં આવી.ફુટ ઓવર બ્રીજ, રોડ ઓવર બ્રિજ અને વધારાની હાઈ ટેન્શન લાઇન સ્વરૂપે ઓવર લાઇન સ્ટ્રક્ચર્સ, જે ઉપર ઉઠાવવું જરૂરી હતું અને NHAI અને રાજ્ય R&B વિભાગો અને GETCO સાથે ઉચ્ચતમ સ્તરનું સંકલન જરૂરી હતું. હાઈ રાઇઝ OHE સાથે સુસંગત ઓવર લાઇન સ્ટ્રક્ચર્સમાં સમયસર સુધારામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓની અનેક કાનૂની મંજૂરીઓ શામેલ છે, જે યોગ્ય રીતે હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત, સિગ્નલિંગ સિસ્ટમને ઇલેક્ટ્રિફાઇડ વિભાગ માટે સુસંગત બનાવવા માટે અપગ્રેડ કરવાની જરૂર છે જેમાં સલામતીની ખાતરી કરવા માટે ઉચ્ચ પ્રમાણમાં ચોકસાઇ શામેલ છે. વિન્ડ ટર્લિન્ગ ઇફેક્ટને કારણે હાઇ રાઇઝ OHE માં ઇલેક્ટ્રિક લોકમોટિવના હાઇ રાઇઝ પેન્ટોગ્રાફ દ્વારા નબળા ખરાબ કરંટ કલેક્શનનો મુદ્દો પણ હતો, પેન્ટોગ્રાફના અપૂરતા દબાણને કારણે ઓસિલેશન ની ઉચ્ચ દર થઈ.હાઇ-રાઇઝ પેન્ટોગ્રાફની સમસ્યાને બરાબર કરવા માટે, હાઇ-રાઇઝ OHE નું કામ ખૂબ જ શ્રેષ્ઠ અને સચોટ રીતે કરવામાં આવ્યું હતું જેથી OHE પ્રોફાઇલ નું ઇલેક્ટ્રિક એન્જિનના પેન્ટોગ્રાફ સાથે એકીકૃત સંપર્ક કરી શકે. RDSO દ્વારા વિવિધ ગતિ અને પરિણામોના અધ્યયનમાં ઘણાં લોકોમોટિવ રન પરીક્ષણો પછી પેન્ટોગ્રાફ પ્રેશરને યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા હતા. લોકોમોટિવ ટ્રાયલ રન પરના આધારે અભ્યાસ હવે વધુ સુધારણા માટે ચાલુ છે. મંડળ અને પશ્ચિમ રેલ્વેના મુખ્ય મથકના સ્તરે અનેક આંતર-વિભાગીય પ્રશ્નો હતા જેનો રેલવે વીજળીકરણના કામમાં સહેલાઇથી નિરાકરણ લાવવાની જરૂર છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય મુખ્ય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર શ્રી સંજીવ ભૂતાની દ્વારા કરવામાં આવેલા ગતિશીલ નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને અથાક પ્રયત્નોને લીધે આંતર વિભાગીય મુદ્દાઓનો ઠરાવ થયો અને આખરે વિશ્વસ્તરીય સિદ્ધિ પ્રાપ્ત થઈ.
અમદાવાદની રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન ટીમ દ્વારા પાલનપુરથી બોટાદ સુધીના હાઇ રાઇઝ OHE સાથે વીજળીકરણ પ્રોજેક્ટ માં 34710 ઘન મીટર કોન્ક્રીટ, 12015 MT ટન સ્ટીલ, નો સમાવેશ હતો, 1386.62 MT ટન કોપર વાયર અને 93 બ્રિજ મેશ લગાવવામા આવ્યા. જેમાં વીજ વિભાગ, સિવિલ અને ટેલિકોમ વિભાગની કુલ અંદાજિત કિંમત 566 કરોડની રૂપિયા છે. તે મુજબ, બોટાદ અને સુરેન્દ્રનગર માં 02 ટ્રેક્શન સબ-સ્ટેશનો CEOની નવીનતમ લાંબા ગાળાની ખુલ્લી પ્રવેશ માર્ગદર્શિકા મુજબ કાર્યરત કરવામાં આવ્યા હતા.
બોટાદથી પીપાવાવ સુધીનું વીજળીકરણ લગભગ પૂર્ણ થવાના અદ્યતન તબક્કામાં છે અને સીઆરએસ ના ફરજિયાત નિરીક્ષણ પછી, પીપાવાવ બંદર સુધીની નૂર ટ્રેનો ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ટ્રેક્શન સાથે રજૂ કરવામાં આવશે, જે ભારતના પ્રથમ બંદર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડેલમાં એક ખૂબ મોટું જોડાણ છે. અને કન્ટેનર, જથ્થાબંધ કાર્ગો અને રો-રો-કાર્ગો માટે ભારતના પશ્ચિમ કાંઠે એક ગેટવે બંદર છે.પીપાવાવ બંદર પર રેલવે નેટવર્કની સરળ પહોંચ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગના મહત્વપૂર્ણ બજારો માટે સુલભતા બંદરને જોડવા માટે તાર્કિક લાભ પૂરો પાડે છે.
વિશ્વસ્તરીય સિદ્ધિ હાંસલ કરવા માટે એકંદર ક્રેડિટ સંપૂર્ણપણે રેલ્વેના વીજળીકરણ માટે સમર્પિત અધિકારીઓ અને રેલ્વે સુપરવાઇઝર ટીમના સંયુક્ત પ્રયાસોને કારણે છે, જેમાં ઇલેક્ટ્રિકલ, સિવિલ , સિગ્નલ અને ટેલિકોમ વિભાગનો સમાવેશ થાય છે. આ વિભાગોને ઝડપી પ્રગતિ પ્રાપ્ત કરવા માટે વિવિધ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા, એટલે કે, અમદાવાદ - મહેસાણા - પાલનપુર (જૂથ - 187),મહેસાણા-વિરમગામ - સમકિયાળી (જૂથ - 213), અમદાવાદ - સુરેન્દ્રનગર - રાજકોટ (જૂથ -212) અને સુરેન્દ્રનગર - બોટાદ - પીપાવાવ બંદર (જૂથ - 223) પ્રભારી નાયબ મુખ્ય ઇજનેરો દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે ; શ્રી ગૌરવ માથુર, શ્રી સુભાષિશ નાગ, શ્રી પી.સી. શર્મા, શ્રી માનવેન્દ્ર સિંહ, શ્રી સંજીવ એમ. અને શ્રી ગૌતમ, વહીવટી / સહાયક રૈકના અધિકારીઓ સાથે; શ્રી શિશિર નાગરીયા, શ્રી રોહિત કુમાર, શ્રી સુભાષચંદ્ર નાગ, શ્રી રાજીવ શર્મા, શ્રી અલ્પેશ વાઘેલા, શ્રી અજય કુમાર, શ્રી સોનુ કુમાર અને શ્રી પ્રિતિક સિન્હા.
(Release ID: 1632632)
Visitor Counter : 211