PIB Headquarters
મહેસાણાના બાબારી રેલ્વેગૃપનું નિરંતર ચાલુ છે સેવાનું મહાઅભિયાન
Posted On:
29 APR 2020 5:12PM by PIB Ahmedabad
કોરોના સંક્રમણ ને કારણે લોકડાઉન શરૂ થયું ત્યારથી મહેસાણા રેલ્વે ગૃપ "બાબારી રેલ્વે ગૃપ " દ્વારા નિસહાય અને જરૂરીયાતમંદ લોકોને ભોજન વિતરણનું કાર્ય આજદિન સુધી સતત ચાલુ છે. આ ગૃપ ના સચિવ અને મુખ્ય ટિકિટ નિરીક્ષક શ્રી બળવંતસિંહ રાઠોડ કહે છે કે મહેસાણા રેલ્વે સ્ટેશનના અધિકારીઓ, સુપરવાઇઝર અને કર્મચારીઓ તેમ જ શહેરના કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકો આ સેવા અભિયાનમાં ગૃપ ને મદદ કરી રહ્યા છે. આ ગૃપ દ્વારા ભોજન નું વિતરણ 23 માર્ચથી શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ સંસ્થાએ 50 હજારથી વધુ લોકોને ભોજન નું વિતરણ કર્યું છે.
દિવસ દરમિયાન બાબારી ગૃપ ના સભ્યો તેમના પોતાના રસોડામાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરે છે, ત્યારબાદ તેઓએ લોકોને ભોજન વિતરણ કરવા માટે બહાર આવવું પડે છે. આ સભ્યો, નાની જીઆઈડીસી અને મોટેરા સર્કલ પાસે, મહેસાણા મોટી જીઆઈડીસી, ગણેશ ફેક્ટરી, શિવકાંટા, જોગણી માતા ઝૂંપડપટ્ટી, હાઉસિંગ બોર્ડ અને ડેરીની બાજુમાં આવેલા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ભોજન નું વિતરણ કરે છે. શરૂઆત તેઓએ એક હજાર ભોજન વિતરણ થી કર્યું, જે સમયની માંગ પ્રમાણે અત્યારે 1800 થઈ ગઈ છે.
આ ગૃપ ના ભોજન ની વિશેષતા એ છે કે તેઓ સ્વચ્છ વાતાવરણમાં માસ્ક અને ગ્લોવ્સ પહેરીને તેને તૈયાર કરે છે અને દૈનિક ભોજનના મેનૂમાં પણ ફેરફાર કરે છે. પુરીશાક, છોલેપુરી, દાળ ભાત, કડી ખિચડી, વેજ પુલાવ, શાક રોટલી,પોંવા જેવી વેરાયટી નો સમાવેશ થાય છે. ગ્રૂપ ના બધા સભ્યો સામાજિક અંતર અને કોરોના સંક્રમણ થી લોકોને જાગૃત પણ કરે છે. તેની સાથે, તેમણે લાઉડ સ્પીકર્સ વાળી ઓટો રિક્ષા ની પણ વ્યવસ્થા પણ કરી છે જે જાગૃતિ કરવામાં મદદ મળે છે.
મંડળ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા કહે છે કે તેઓ ખરેખર સાચા કોરોના યોદ્ધા છે, જેમાં 20 સદસ્ય ગૃપ ના તમામ રેલ્વે પરીવાર થી છે, તથા મન અને શ્રધ્ધા ભાવ થી સેવાના આ મહાન અભિયાનમાં જોડાયેલા છે. આ કાર્ય માનવતાની સાચી અને નિસ્વાર્થ સેવાની ભાવનાને દર્શાવે છે તેઓએ નમ્રતાથી સરકારી સહાયને પણ નકારી દીધી છે અને ગૃપ નું લક્ષ્ય એ છે કે સેવા નું આ અભિયાન લોકડાઉન પૂર્ણ થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે.
****
(Release ID: 1619292)
Visitor Counter : 105