સંરક્ષણ મંત્રાલય

કોવિડ-19ના સંક્રમણને રોકવા 135 (મહિલા) બટાલિયન દ્વારા સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન

Posted On: 17 APR 2020 7:36AM by PIB Ahmedabad

135 (મહિલા) બટાલિયન દ્વારા ભારત સરકાર, ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર કોવિડ-19થી બચવા અને તેના સંક્રમણને રોકવા માટે 17 એપ્રિલ, 2020ના રોજ સવારે 9 કલાકે આલમપુર ગામમાં કમાન્ડેન્ટ શ્રીમતી મમતા સિંહના માર્ગદર્શન તથા આલમપુર ગામના સરપંચ શ્રીમતી સૂર્યાબેનના સહયોગથી સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બીપીએલ પરિવારના લોકો તથા અન્ય ગ્રામજનોને કોવિડ-19થી બચવા માટે સોશિયલ ડિસટન્સનું પાલન કરવા તેમજ ઘરથી ઓછામાં ઓછુ બહાન નિકળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 250 બીપીએલ તથા જરૂરીયાતમંદ પરિવારોને કોવિડ-19થી બચવા હેન્ડવૉશ, માસ્ક, હાથધોવાના સાબુ, હેન્ડ સેનિટાઈઝર, હાથના મોજા, કપડા ધોવાના સાબુ, વોશિંગ પાવડર વગેરે સુરક્ષા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત બટાલિયન દ્વારા ગામના સેનિટાઈઝેશન માટે 2 સોડિયમ હાઈપોક્લોરાઈડ સ્પ્રે મશીન અને 50 લિટર સોડિયમ હાઈપોક્લોરાઈડ સરપંચશ્રીને ભેટ સ્વરૂપે આપાવામાં આવ્યા હતા.

135 (મહિલા) બટાલિયન વિશે:

વર્ષ 1995માં 135 (મહિલા) બટાલિયનની રચના સીઆરપીએફ ગાંધીનગરમાં કરવામાં આવી હતી આ બટાલિયન દેશના અનેક સંવેદનશીય સ્થળો પર પોતાની સેવા આપી ચૂકી છે. હાલમાં જ આ બટાલિયનની એક કંપની આમદાવાદના કોરોના પ્રભાવિત અતિ સંવેદનશીલ દરિયાપુર અને જમાલપુર વિસ્તારમાં 13 એપ્રિલ, 2020થી પોતાની સેવા આપી રહી છે. 135 (મહિલા) બટાલિયનનું મુખ્યાલય ગાંધીનગરમાં છે, જે જરૂરીયાત અનુસાર જનકલ્યાણ હેતુ વિવિધ કાર્યક્રમ કરતુ રહે છે.

SD/RP



(Release ID: 1615942) Visitor Counter : 164