માહિતી અને પ્રસારણ મંત્રાલય

દૂરદર્શનના દર્શકોની સંખ્યામાં ભારે ઉછાળો, કોરોનાની કટોકટી વચ્ચે 13 કલાક સતત સમાચાર આપતી અમદાવાદ રિજનલ ન્યૂઝ યુનિટ દ્વારા યુટ્યુબ પર ડીડીની પહેલી વેબ ચેનલ થઈ શરૂ


ડીડીની પ્રથમ વેબ ચેનલ “ડીડી ન્યૂઝ ગુજરાતી”ઉપર ગુજરાતી સમાચારમાં 300% વધારો, જ્યારે રિજનલ એન્ટરટેઈનમેન્ટ ટીવી ચેનલ ડીડી ગિરનાર ઉપર 33% નો વધારો

ટ્વિટર અને વેબસાઇટ પર હૂંફાળો પ્રતિસાદ મળ્યા બાદ દૂરદર્શન ગુજરાતે ટીવી ફોર્મેટ, ટ્વિટર અને ફેસબુકથી આગળ વધી લોકો માટે નવીનતમ અપડેટ લાવવા ટેલિગ્રામ ન્યૂઝ ચેનલ શરૂ કરી

Posted On: 14 APR 2020 5:42PM by PIB Ahmedabad

છેલ્લાં એક મહિના દરમિયાન કોરોનાના  સંકટ અને લોકડાઉન દરમિયાન દુરદર્શન ન્યુઝને ટીવી અને સોશિયલ મીડિયામાં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રામાયણ અને મહાભારત જેવી ઐતિહાસિક સિરીયલો દુરદર્શનનો વૈભવ પાછો  લાવી રહી છે. તો દુરદર્શનનું પ્રાદેશિક ન્યુઝ નેટવર્ક, અલગ અલગ પ્રાદેશિક ભાષાઓમાં લોકોને નવીનતમ સમાચાર અને સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વાકેફ કરવા સતત મહેનત કરી રહ્યુ છે.

 

સોશ્યલ મીડિયા યુઝર્સ ડીડી ન્યૂઝ ગુજરાતીના ટીવી ફોર્મેટથી આગળ વધી તેમની વેબ સુધી પહોંચવા માટેના પ્રયત્નોને વેબસાઈટ ( http://ddnewsgujarati.com/) અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના રૂપમાં આવકાર્યા છે . વર્તમાન કોરોનાની કટોકટીમાં, ડીડી ન્યૂઝ ગુજરાતીની હાલની યુટ્યુબ ચેનલ, જે રોજ 3 કલાક મર્યાદિત ટ્રાન્સમિશન કરતી હતી તેને વધારી  13 કલાક કરવામાં આવી છે. આ વેબ આધારિત પ્લેબેક યુટ્યુબ ચેનલ, એક મહિનાની અંદર, તે હદે લોકપ્રિય થઈ ગઈ છે કે  ૧૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ એક વિડિયોને લગભગ 1 લાખ 57 હજાર વ્યૂઝ મળ્યા હતા. ગુજરાતના વિવિધ ભાગોથી અને દેશભરમાંથી આવતા તમામ સમાચારો જેને સમયની અછતને કારણે ટીવી સમાચારમાં સ્થાન મળતું નથી, તે પણ લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે યુટ્યુબ પર દેખી શકે છે. આ ચેનલને લોકો સ્માર્ટ ફોન્સથી સરળતાથી દેખી  શકે છે. પાછલા એક માહિનામાં વેબ ચેનલના વ્યૂઝમાં 10 ટકા(8.5 લાખ વ્યૂઝ) જેટલો વધારો થયો છે. વેબ ચેનલ ઉપર વ્યુયરશિપ વધવાની સાથે  7 હજાર સબસ્ક્રાઈસર 1 માસ કરતા  ઓછા સમયમાં વધ્યા છે.

 

આ સમય દરમ્યાન ડીડી ન્યૂઝ ગુજરાતીનું ટ્વિટર હેન્ડલ @ddnewsgujarati પણ નોંધપાત્ર રીતે વિકસ્યું છે. ટ્વિટરના ફોલોઅર્સ માત્ર પાંચ અઠવાડિયામાં 50 ટકા જેટલા વધીને કુલ 14 હજાર ઉપર પહોચ્યા છે. તેનો અર્થ એ કે છેલ્લાં બે વર્ષમાં જે  ફોલોઅર્સ હતા તેની તુલનામાં અમારા અડધા ફોલોઅર્સ ફક્ત છેલ્લા પાંચ અઠવાડિયામાં અમારી સાથે જોડાયા. કોરોના સંબંધિત ન્યૂઝ કન્ટેન્ટ, વીડિયો અને ગુજરાતી ભાષામાં જાગૃતિ સંદેશા લોકોને વહેંચવાની દ્રષ્ટિએ ડીડી ન્યૂઝ ગુજરાતી વેબ ન્યૂઝ રૂમની ટીમે કરેલી અસરકારક ટ્વિટર એક્ટિવિટીને કારણે આ સંભવ બન્યું હતુંડીડી ન્યૂઝ ગુજરાતીના દરેક ટ્વીટને સરેરાશ 2320 ઇંપ્રેશન મળી હતી25 નવા લોકો તેના ટ્વિટર પેજની મુલાકાત લેતા હતા. આના પરિણામે બે અઠવાડિયાના સમયગાળામાં લગભગ 2700 ફોલોઅર્સનો ઉમેરો થયો. માર્ચમાં, ડીડી ન્યૂઝ ગુજરાતીમાં 2337 ફોલોઅર્સ વધ્યા હતા અને એક મહિનામાં દર એક ટ્વિટ પર 36 નવા લોકો ટ્વિટર પેજની મુલાકાત લેતા હતા.

 

દર્શકોના ઉષ્મા ભર્યા  પ્રતિસાદ બાદ ડીડી ન્યૂઝ ગુજરાતી ટીમે હવે ટીવી ન્યૂઝ બુલેટિન, વેબ ચેનલ લાઇવ સ્ટ્રીમિંગ, ન્યૂઝ વીડિયો, તમામ વેબસાઈટ ન્યૂઝ સ્ટોરીઝ અને તમામ ટ્વિટર એક્ટિવિટી લોકો સુધી પહોચાડવા કરવા માટે ટેલિગ્રામ ચેનલ (Link https://t.me/ddnewsgujarat) શરૂ કરી છે. આ રીતે સમય સાથે તાલ મિલાવી , ડીડી ન્યૂઝ ગુજરાતી ટીમે જનરેટ કરેલ તમામ સમાચારોને ટીવી અને સોશિયલ મીડિયા પર વિવિધ ફોર્મેટ્સ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે.

   

ગુજરાતમાં પ્રાદેશિક મંનોંરંજન ચેનલ ડીડી ગીરનાર પરના કુલ ટીવી ન્યુઝનો સમય 33 %ના વધારા સાથે ત્રણ કલાકથી વધારીને ચાર કલાકનો કરવામાં આવ્યો છે. સાંજે સાત વાગે લોકપ્રિય એવા ઇવનીંગ ન્યુઝ છેલ્લાં ત્રણ સપ્તાહથી ૩૦ મિનિટના બદલે એક કલાક પ્રસારિત  કરવામાં આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં, ઈવનિંગ ન્યુઝ બીએઆરસી રેટિંગ્સ અનુસાર ન્યૂઝ આધારિત પ્રોગ્રામ પર સૌથી વધુ જોવાયા હતા અને કલર્સ ટીવીના મનોરંજન કાર્યક્રમ પછી જ બીજા સ્થાને આવ્યા હતા. ટોચના પાંચ કાર્યક્રમોમાથી ચાર સૌથી લોકપ્રિય કાર્યક્રમો ડીડી ગિરનારના હતા. (https://www.barcindia.co.in/statistic.aspx) (https://helpmeplease.in/wp-content/uploads/2020/04/BARC-DD-girnar-2.jpeg) એવી જ રીતે બપોરે એક વાગે મીડ ડે ન્યુઝમાં અડધો કલાકનો વધારો કરાયો છે. હાલના કોરોનાના જોખમ વચ્ચે મીડિયા ઓર્ગેનાઇઝેશન ચલાવવાના પડકારો હોવા છંતાય, ન્યુઝનું પ્રસારણ ત્રણ કલાકથી વધીને ચાર કલાકનું થયુ છે. અમદાવાદ દુરદર્શન કેન્દ્ર દ્વારા સવારે ૭.૩૦માં મોર્નિગ ન્યુઝ, ૧૧ વાગે અને ચાર વાગે ન્યુઝ બુલેટીન સ્થાનિક સમાચારો અડધા કલાકના છે. બીએઆરસી (બાર્ક)ના રેટિંગની માહિતી મુજબ ડીડી ગિરનાર ચેનલમાં  અને તેના સમાચારોમાં પાછલા અઠવાડિયાની તુલનામાં ખુબ જ સારી વૃદ્ધિ જોવા મળી છે. ચેનલ વ્યુઅરશિપમાં લગભગ ૫૦%નો વધારો થયો છે.

 

GP/RP



(Release ID: 1614384) Visitor Counter : 659