સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ : કોવિડ-19 વિરુદ્ધ લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ માટે વીમા યોજના પર વારંવાર પૂછાતા પ્રશ્નો

Posted On: 07 APR 2020 9:53PM by PIB Ahmedabad

પ્રશ્ન 1: આ યોજનામાં શું આવરી લેવામાં આવ્યું છે?

       આ અકસ્માત વીમા યોજનામાં નીચેની બાબતો આવરી લેવામાં આવી છે;

  • કોવિડ-19ના કારણે જીવ ગુમાવવો, અને
  • કોવિડ-19 દરમિયાન ફરજ નિભાવવાના કારણે આકસ્મિક મૃત્યુ

પ્રશ્ન 2: અકસ્માતની વ્યાખ્યા શું છે?

અકસ્માત એ બાહ્ય, દ્રશ્યમાન અને હિંસાત્મક સાધનો દ્વારા ઉપજેલ એક આકસ્મિક, અણધારી અને બિનસ્વૈચ્છિક ઘટના છે.

પ્રશ્ન ૩: આ યોજના હેઠળ કોને કોને આવરી લેવામાં આવ્યા છે?

  • સામુહિક આરોગ્ય કર્મચારીઓ સહિતના જાહેર આરોગ્ય કર્મીઓ કે જેઓ કોવિડ-19ના દર્દીઓના સીધા સંપર્ક અને કાળજીમાં હોઇ શકે છે અને જેમને આ રોગ દ્વારા અસરગ્રસ્ત થવાનું જોખમ રહેલું છે.
  • ખાનગી હોસ્પિટલનો સ્ટાફ અને નિવૃત્ત/સ્વયં સેવક/સ્થાનિક શહેરી સંસ્થાઓ/કરાર આધારિત/ રોજીંદા પગાર પર રહેલા/એડ હોક/રાજ્યો દ્વારા બોલાવવામાં આવેલ બહારથી આવેલ સ્ટાફ/ કેન્દ્રીય હોસ્પિટલ/કેન્દ્ર/રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાયત્ત હોસ્પિટલ અને આઈએનઆઈ (INIs)/ કેન્દ્રીય મંત્રાલયની હોસ્પિટલને પણ કોવિડ-19ને લગતી જવાબદારીઓ પર હોય તેને માટે આમાં આવરી શકાય છે.

પ્રશ્ન 4: આ યોજના હેઠળ કોણ સ્વયં સેવક બની શકે છે?

સ્વયં સેવક એવા લોકો છે કે જેમને સરકારી અધિકારી દ્વારા બોલાવવામાં આવ્યા છે અને  કેન્દ્ર/રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર દ્વારા કાળજી લેવા માટે પ્રમાણભૂત કરવામાં આવેલ હોય અને જે કોવિડ-19ના દર્દીના સીધા સંપર્કમાં આવેલ હોય.

પ્રશ્ન 5: આ યોજના હેઠળ ‘ખાનગી વ્યક્તિઓ કોણ છે?

ખાનગી વ્યક્તિઓ એવા લોકો છે કે જેઓને એક સંસ્થાના માધ્યમથી જાહેર અને ખાનગી બન્ને આરોગ્ય કાળજી સંસ્થાનો/સંસ્થાઓ દ્વારા જોડવામાં આવ્યા છે અને કાળજી લેવા માટે ગોઠવવામાં/બોલાવવામાં આવ્યા છે અને જેઓ કોવિડ-19ના દર્દીઓ સાથે સીધા સંપર્કમાં આવેલ હોઈ શકે છે.

(એ બાબતની સાબિતી સાથે કે જે તે સંસ્થાની સેવાઓ સંસ્થા/સંસ્થાનો દ્વારા લગાવવામાં આવેલ હોય).

પ્રશ્ન 6: વીમા કવરેજ પોલિસી ક્યારે શરુ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે?

આ પોલિસીનો સમયગાળો 90 દિવસનો છે કે જે માર્ચ ૩૦, 2020થી શરુ થાય છે.

પ્રશ્ન 7: આ યોજના હેઠળ આવતા આરોગ્ય કર્મચારીઓની કોઈ વય મર્યાદા છે?

આ યોજના માટે કોઈ વય મર્યાદા નથી રાખવામાં આવી.

પ્રશ્ન 8: શું વ્યક્તિગત નોંધણીની જરૂર છે?

વ્યક્તિગત નોંધણીની કોઈ જરૂર નથી.

પ્રશ્ન 9: આ યોજના હેઠળ પાત્ર બનવા માટે શું વ્યક્તિએ પોતે કોઈ પ્રિમીયમ ચૂકવવાની જરૂર છે ખરી?

આ યોજના હેઠળ પ્રિમીયમની સંપૂર્ણ રકમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા વહન કરવામાં આવશે.

પ્રશ્ન 10: વીમા દ્વારા સુરક્ષિત લોકોને કયા લાભ ઉપલબ્ધ હશે?

વીમા હેઠળ આવરી લેવાયેલ વ્યક્તિનો દાવો કરનાર વ્યક્તિને 50 લાખ રૂપિયા આપવામાં આવશે.

પ્રશ્ન 11: શું લાભ પ્રાપ્ત કરવા માટે કોવિડ-19 લેબોરેટરી ટેસ્ટ કરાવવો જરૂરી છે?

કોવિડ-19ના કારણે જીવ ગુમાવવાની સ્થિતિમાં પોઝિટીવ મેડીકલ ટેસ્ટનું પ્રમાણપત્ર આપતો લેબોરેટરી રીપોર્ટ જરૂરી છે. આમ છતાં, કોવિડ-19ને લગતી ફરજ દરમિયાન આકસ્મિક રીતે જીવ ગુમાવવાના કેસમાં તેની જરૂર નથી.

પ્રશ્ન 12: શું સારવાર પર અથવા ક્વૉરન્ટાઇન સમય દરમિયાન ખર્ચવામાં આવેલ નાણાઆ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર છે?

સારવાર અથવા કવૉરન્ટાઇન દરમિયાન ખર્ચવામાં આવેલ કોઇપણ પ્રકારના નાણાં આમાં આવરી લેવામાં આવ્યા નથી.

પ્રશ્ન 13: જો કોઈ વ્યક્તિ બીજી કોઈ અંગત અકસ્માત પોલિસી અથવા જીવન વીમા પોલિસી ધરાવતી હોય તો આ યોજના અંતર્ગત દાવા ઉપર તેની શું અસર પડશે?

આ યોજના અંતર્ગત આપવામાં આવેલ લાભ/દાવો એ અન્ય કોઇપણ પોલિસી અંતર્ગત ચૂકવવામાં આવેલ રકમ ઉપરાંતની હશે.

પ્રશ્ન 14: આ યોજના હેઠળ લાભનો દાવો કરવા માટે જરૂરી દસ્તાવેજો?

A. કોવિડ-19ના કારણે જીવ ગુમાવવાની ઘટનામાં નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:

  • નોમિની/દાવો કરનારા દ્વારા ભરવામાં આવેલ અને હસ્તાક્ષર કરવામાં આવેલ ક્લેઈમ ફોર્મ
  • રોગી વ્યક્તિનું ઓળખનો પુરાવો (પ્રમાણભૂત નકલ)
  • દાવો કરનારનું ઓળખનો પુરાવો (પ્રમાણભૂત નકલ)
  • રોગી વ્યક્તિ અને દાવો કરનારના વચ્ચેના સંબંધનો પુરાવો (પ્રમાણભૂત નકલ)
  • કોવિડ-19 માટે પોઝિટીવ ટેસ્ટનું પ્રમાણ આપતો લેબોરેટરી રીપોર્ટ (મૂળ નકલ અથવા પ્રમાણભૂત નકલ)
  • જ્યાં મૃત્યુ નીપજ્યું હોય તે દવાખાનાની ડેથ સમરી (જો મૃત્યુ દવાખાનામાં નીપજ્યું હોય તો) (પ્રમાણભૂત નકલ)
  • મૃત્યુનું પ્રમાણપત્ર (મૂળ નકલ)
  • આરોગ્ય સંસ્થાન/સંસ્થા/ઓફીસ દ્વારા એવું જાહેર કરતું પ્રમાણપત્ર કે રોગી વ્યક્તિ એ સંસ્થાનો કર્મચારી/સંસ્થા દ્વારા નિમાયેલો વ્યક્તિ હતો અને તે કાળજી લેવા માટે બોલાવવામાં આવેલ/ રોકવામાં આવેલ હતો અને તે કોવિડ-19 દર્દીના સીધા સંપર્કમાં આવી શક્યો હોઈ શકે છે. સામુદાયિક આરોગ્ય કાળજી કાર્યકર્તાઓ માટે આ પ્રમાણપત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડીકલ ઓફિસર દ્વારા આપવામાં આવેલું હોવું જોઈએ કે આશા/આશા ફેસિલીટેટરને કોવિડ-19ને લગતા કાર્ય માટે બોલાવવામાં આવ્યા હતા.

B. કોવિડ-19માં ફરજ બજાવતા હોવાના કારણે થયેલ આકસ્મિક જીવ ગુમાવવાની ઘટનામાં નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે:

  1. નોમિની/દાવો કરનારા બંને દ્વારા ભરવામાં આવેલ અને હસ્તાક્ષર કરવામાં આવેલ કલેઈમ ફોર્મ
  2. રોગીનો ઓળખનો પુરાવો (પ્રમાણભૂત નકલ)
  3. દાવો કરનારનો ઓળખનો પુરાવો (પ્રમાણભૂત નકલ)
  4. રોગી વ્યક્તિ અને દાવો કરનાર વચ્ચેના સંબંધનો પુરાવો (પ્રમાણભૂત નકલ)
  5. જ્યાં મૃત્યુ નીપજ્યું હોય તે દવાખાનાની ડેથ સમરી (જો મૃત્યુ દવાખાનામાં નીપજ્યું હોય તો) (પ્રમાણભૂત નકલ)
  6. મૃત્યુનું પ્રમાણપત્ર (મૂળ નકલ)
  7. પોસ્ટ મોર્ટમ રીપોર્ટ (પ્રમાણભૂત નકલ)
  8. કેન્સલ ચેક (ઈચ્છિત) (મૂળ નકલ)
  9. એફઆઈઆર– FIR (પ્રમાણભૂત નકલ)
  10. આરોગ્યકાળજી સંસ્થાન/ સંસ્થા/ઓફીસ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર કે રોગી વ્યક્તિ એ સંસ્થા દ્વારા નિમવામાં આવેલ/સંસ્થાની કર્મચારી હતી અને કોવિડ-19ને લગતી ફરજોના કારણે તેનું આકસ્મિક મૃત્યુ નીપજ્યું છે.

પ્રશ્ન 15: દાવાના કોઇપણ સંજોગોમાં કોને સંપર્ક કરવો?

વીમો ધરાવતી વ્યક્તિ જે સંસ્થા/વિભાગ માટે કામ કરતી હોય તેમને સંપર્ક કરવો. વીમા કંપનીને પણ આ ઈમેલ પર માહિતી મોકલી આપવી: nia.312000@newindia.co.in

પ્રશ્ન 16: દાવો નોંધાવાની શું પ્રક્રિયા છે?

  • સૂચવવામાં આવ્યા અનુસાર દાવો કરનાર વ્યક્તિએ જરૂરી દસ્તાવેજો સાથે કલેઈમ ફોર્મ ભરવાનું રહેશે અને તેને આરોગ્ય કાળજી સંસ્થાન/સંસ્થા/ઓફીસમાં જમા કરાવવાનું રહેશે કે જ્યાં રોગી વ્યક્તિ ફરજમાં નિયુક્ત/સંસ્થાનો કર્મચારી હતો.
  • સંલગ્ન સંસ્થાન જરૂરી પ્રમાણપત્ર આપશે અને ત્યાર બાદ તે તેને સક્ષમ સત્તાધીશોને મોકલી આપશે:
  • રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સક્ષમ સત્તાધીશ વ્યક્તિ એ ડાયરેક્ટર જનરલ આરોગ્ય સેવાઓ/ડાયરેક્ટર આરોગ્ય સેવાઓ/ડાયરેક્ટર મેડીકલ એજ્યુકેશન અથવા અન્ય કોઇપણ અધિકારી કે જેને ખાસ કરીને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી હોય તે હોઈ શકે છે.
  • કેન્દ્ર સરકાર, કેન્દ્રીય સ્વાયત્ત/જાહેર ક્ષેત્ર એકમના દવાખાના, એઈમ્સ, આઈએનઆઈ અને અન્ય કેન્દ્રીય મંત્રાલયના દવાખાનાઓ માટે સક્ષમ સત્તાધીશ એ ડાયરેક્ટર અથવા મેડીકલ સુપરીન્ટેન્ડન્ટ અથવા સંલગ્ન સંસ્થાનના વડા છે.
  • સક્ષમ સત્તાધીશ દાવાને મંજૂરી માટે વીમા કંપનીને મોકલી આપશે અને જમા કરાવશે.

પ્રશ્ન 17: વીમા કંપનીમાંથી કોને સંપર્ક કરવો?

B-401, અંસલ ચેમ્બર્સ 1, ભીખાજી કામા પ્લેસ, નવી દિલ્હી 11૦૦66 પર આવેલ ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડની વિભાગીય કચેરી CDU 312000માં સંપર્ક કરવો.

સંપર્ક કરવા માટેની વ્યક્તિ:

  1. શ્રીમતી સારિકા અરોરા, ડિવીઝનલ મેનેજર,

ઈમેઈલ - sarika.arora@newindia.co.in અથવા nia.312000@newindia.co.in

  1. શ્રી એન રવિ રાવ, ડેપ્યુટી મેનેજર,

ઈમેલ - ravin.rao@newindia.co.in અથવા niadelbroker20[at]gmail[dot]com

  1. શ્રી યોગેન્દ્ર સિંહ તનવર, વહીવટી અધિકારી

ઈમેઈલ - yogendra.tanwar@newindia.co.in

*******



(Release ID: 1612176) Visitor Counter : 257