શ્રમ અને રોજગાર મંત્રાલય
કોવિડ-19નો ફેલાવો રોકાવા માટે EPFO દ્વારા લાભાર્થીઓને ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ
प्रविष्टि तिथि:
20 MAR 2020 3:42PM by PIB Ahmedabad
કોવિડ-19નો ફેલાવો રોકવા માટે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા તેમના સભ્યો, પેન્શનરો અને કર્મચારીઓને EPFOની કચેરીની રૂબરૂ મુલાકાત લેવાના બદલે તેમના ઘરેથી જ પોતાની અનુકૂળતાએ EPFO દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
મોટાભાગની EPFO સેવાઓ હાલમાં ઑનલાઇન ઉપબલ્ધ છે. કર્મચારી તેનો/તેણીનો યુનિવર્સલ ખાતાં નંબર (UAN) જનરેટ કરી શકે છે, તેનો/તેણીનો UAN સક્રિય કરી શકે છે અને તેને આધાર, PAN, બેંક ખાતાં અને મોબાઇલ નંબર (KYC સિડિંગ) સાથે સિડ (સાંકળી) કરી શકે છે. કર્મચારીઓ ઑનલાઇન સુવિધા દ્વારા નામાંકન કરી શકે છે, પાસબુકમાં પોતાનું બેલેન્સ જોઇ શકે છે, તેનો/તેણીની એક્ઝિટ તારીખ જોઇ શકે છે, તેનું/તેણીનું ખાતું અનએક્ઝમ્પ્ટેડમાંથી એક્ઝમ્પ્ટેડમાં તબદીલ કરી શકે અને તેનાથી ઉલટી પ્રક્રિયા પણ કરી શકે છે. કર્મચારીઓને પ્રોવિડન્ડ ફંડ એડવાન્સ અથવા ફાઇનલ ઉપાડ માટે દાવો કરવા વધુ સશક્ત કરવામાં આવ્યા છે; પેન્શન અથવા ઇન્શ્યોરન્સ લાભો (EDLI) અને PF/પેન્શન/ઇન્શ્યોરન્સ લાભોની ચૂકવણીઓ સીધી જ તેના/તેણીના બેંક ખાતાંમાં પ્રાપ્ત કરી શકે છે.
તેવી જ રીતે, પેન્શનર તેનો/તેણીનો પેન્શન ચૂકવણી ઓર્ડર (PPO) ડાઉનલોડ કરી શકે છે અથવા તેને ડિજિલૉકરમાં સાચવી શકે છે; તેના/તેણીના બેંક ખાતાં નંબર અથવા UAN દ્વારા PPO નંબર જાણી શકે છે અને પાસબુક જોઇ શકે છે. પેન્શનરો જીવન પ્રમાણ (ડિજિટલ હયાતી પ્રમાણપત્ર) વર્ષમાં ગમે ત્યારે ઑનલાઇન અપડેટ પણ કરી શકે છે.
નોકરીદાતાઓ EPF & MP કાયદો, 1952 અંતર્ગત તેમની સંસ્થાની નોંધણી કરાવી શકે છે અને સ્થાપનાનું આઇડી મેળવી શકે છે; RTGS/NEFT દ્વારા EPFઅને અન્ય સંબંધિત બાકી રકમની ચૂકવણી કરી શકે છે અને ઇલેક્ટ્રોનિક ચલણ કમ રીટર્ન (ECR) જમા કરાવી શકે છે. નોકરીદાતાઓ તેમની સંસ્થાઓના ઇ-ઇન્સ્પેક્શનની સુવિધા પણ મેળવી શકે છે.
જો કર્મચારીઓ, નોકરીદાતાઓ અને પેન્શનરોને કોઇપણ ફરિયાદ હોય તો, તેઓ EPFigms પોર્ટલ દ્વારા ઑનલાઇન તેનું નિરાકરણ લાવી શકે છે. આ સેવાઓ અને સુવિધાઓની વિગતો www.epfindia.gov.in પર ઑનલાઇન ઉપલબ્ધ છે.
આ સુવિધાઓ ભારત સરકારની ઉમંગ એપ પર પણ ઉપલબ્ધ છે, જેથી કોઇપણ વ્યક્તિ તેના/તેણીના મોબાઇલ ફોન પર ઉમંગ એપમાં પણ આ ઑનલાઇન સેવાઓ પ્રાપ્ત કરી શકે છે.
SD/GP/RP
(रिलीज़ आईडी: 1607359)
आगंतुक पटल : 307