શ્રમ અને રોજગાર મંત્રાલય

અમદાવદની ઇપીએફઓ પ્રાદેશિક કચેરીએ નોવેલ કોરોનાવાયરસની સાવચેતીના પગલારૂપે આગામી સૂચના મળે ત્યાં સુધી લોકોને કાર્યાલયની મુલાકાત ન લેવા વિનંતી કરી

Posted On: 19 MAR 2020 5:45PM by PIB Ahmedabad

અમદાવાદ, 19-03-2020

કોરોનાવાયરસ (કોવિડ-19)ને અનુલક્ષીને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા, EPFના સભ્યો/કર્મચારીઓ/જાહેરજનતાના સભ્યોને આ કચેરી તરફથી આગામી સૂચના આપવામાં આવે ત્યાં સુધી અમદાવાદ ખાતે આવેલી પ્રાદેશિક કચેરીની રૂબરૂ મુલાકાત ન લેવા વિનંતી કરવામાં આવે છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયના તા. 11.03.2020ના રોજના પરિપત્ર નંબર - D-31016/3/2014-Adm-II અને DoPT મંત્રાલયના તા. 17.03.2020ના રોજના પરિપત્ર નંબર - 11013/9/2014-Estt. A. IIIને સ્વીકારતા EPFOની વડી કચેરી દ્વારા તા. 13.03.2020 અને 18.03.2020ના રોજના પરિપત્ર નંબર -  HRD/1(171)2014/Misc/Pt. 11 દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશોના આધારે EPF સભ્યો માટે આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

તદઅનુસાર, આ કચેરીને ઓફિસ પરિસરમાં શક્ય હોય ત્યાં સુધી મુલાકાતીઓના પ્રવેશને પ્રતિબંધિત કરવા માટે અને ઘટાડવા માટે જરૂરી પગલાં લેવાની તેમજ નિયમિત મુલાકાતી/હંગામી પાસ ઇશ્યુ કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. માત્ર જે મુલાકાતીઓ અધિકારીઓને મળવા માગતા હોય તેમની યોગ્ય પરવાનગી હોય તેઓને જ યોગ્ય રીતે સ્કૅન કર્યા પછી મળવા જવાની મંજૂરી આપવી.

આ સંબંધે તમામ સંબંધિત લોકોને ઉભી થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. જોકે, અમે સભ્યોને ખાતરી આપીએ છીએ કે, આ કચેરી ઇલેક્ટ્રોનિક અને મેન્યુઅલ કાગળોના માધ્યમથી કોઇપણ પ્રકારની મોકુફી વગર જનસંપર્કના કાર્યો ચાલુ રાખશે.

આથી, ફરી એકવાર સલાહ આપવામાં આવે છે કે, સભ્યોએ આ કચેરીની રૂબરૂ મુલાકાત લેવાનું ટાળવું અને નીચેની સેવાઓનો ઉપયોગ કરવો:

1. વૉટ્સઅપ નંબર. : 7383146934 / 35

2. કૉલ સેન્ટર (સમગ્ર ભારત માટે): 1800118005 (ટૉલ ફ્રી નંબર)

3. લેન્ડ લાઇન નંબર: 079 27582700/ 2779.

4.ઇમેઇલ એડ્રેસ : ઇમેઇલ મારફતે તમામ પ્રકરાની ફરિયાદો માટે ro.ahmedabada epfindia.gov.in.

5. ફરિયાદ જમા કરાવવા માટે ઑનલાઇન સુવિધાઓ આપવામાં આવી છે: EPFIGMS/ CPGRAM

6. દાવા વગેરે જમા કરાવવા માટે ઑનલાઇન સુવિધાઓ આપવામાં આવી છે: (વેબસાઇટ પર / ઉમંગ એપ.)

7. ડ્રોપ બોક્સ સુવિધા (દાવા માટે એક અને દસ્તાવેજો માટે એક)

8. સ્થાનિક કાર્યાલય -નરોડા (પૂછપરછ અને સંચાર)

   વૉટ્સએપ નંબર - 9727235337

   લેન્ડલાઈન નંબર - (1) 079-22800522 (2) 079-22800521

   ઈમેઇલ - ro.naroda@epfindia.gov.in

9. સ્થાનિક કાર્યાલય -વટવા  (પૂછપરછ અને સંચાર)

   વૉટ્સએપ નંબર - 8733063428

   લેન્ડલાઈન નંબર - (1) 079-25465275  (2) 079-25465280

   ઈમેઇલ - ro.vatwa@epfindia.gov.in

આથી ખાતરી આપવામાં આવે છે કે જાહેર ફરિયાદોને સહેજ પણ ચૂક્યા વગર ધ્યાનમાં લેવામાં આવશે અને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પ્રાપ્તિ અંગે તેમજ તેની સ્થિતિ અને અન્ય દસ્તાવેજ અંગે જાણ કરવામાં માટે જરૂરી સ્વીકૃતિ નોંધ મોકલવામાં આવશે.

જો સભ્યોને તેમ છતાં પણ લાગે કે તેમની ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવી નથી તો, તેઓ ઉપર આપેલા ઇમેઇલ એડ્રેસ પર મેઇલ મોકલી શકે છે, જેના પર પ્રાદેશિક પી. એફ. આયુક્ત - I પ્રાદેશિક કચેરી, અમદાવાદ દ્વારા દૈનિક ધોરણે નિકાલ સંબંધિત પડતી મુશ્કેલીઓની બાબતોમાં નજીકથી દેખરેખ રાખવામાં આવે છે.

ઇપીએફઓ અમદાવાદ તેના ગ્રાહકોની સેવા માટે પ્રતિબદ્ધ છે.

SD/GP/RP



(Release ID: 1607196) Visitor Counter : 276


Read this release in: English